Vijay Diwas 2021: પાકિસ્તાન પર 1971ની ઐતિહાસિક જીતના 50 વર્ષ પૂરા થવા પર દેશભરમાં સ્વર્ણિમ વિજય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ વખતે તાજેતરમાં દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર તૂટી પડતાં થયેલા નિધનના કારણે ઉજવણીમાં ખાસ ઉત્સાહ નહીં જોવા મળે પરંતુ આજે પણ પાકિસ્તાન તે વખતનો સમય યાદ કરીને થરથરે છે.


ભારત-પાક. યુદ્ધમાંથી બાંગ્લાદેશનો થયો જન્મ


દર વર્ષે 16 ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા ઐતિહાસિક યુદ્ધની યાદમાં વિજય દિવસ મનાવવામાં આવે છે. આજના દિવસે ભારતે દરેક મોરચે પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. આ દિવસ માત્ર ભારત અને પાકિસ્તાન માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ પૂર્વ પાકિસ્તાન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત-પાકિસ્તાન યુદ્ધમાંથી એક નવો દેશ ઉભો થયો, જેને આપણે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ.


ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઐતિહાસિક યુદ્ધને લગતી મહત્વની  વાતો



  •  ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971ના યુદ્ધ પહેલા બાંગ્લાદેશ પાકિસ્તાનનો ભાગ હતો.

  • અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 'પૂર્વ પાકિસ્તાન'ના લોકોને પાકિસ્તાની સેનાએ માર માર્યો હતો. આ સમય દરમિયાન, પાક આર્મી દ્વારા શોષણ, બળાત્કાર અને હત્યાના વધુ કેસ નોંધાયા હતા.

  • પૂર્વ પાકિસ્તાન'માં પાકિસ્તાનના જુલમ સામે ભારતે બાંગ્લાદેશનું સમર્થન કર્યું હતું.

  • પાકિસ્તાનના લશ્કરી શાસક જનરલ અયુબ ખાન સામે 'પૂર્વ પાકિસ્તાન'માં ભારે અસંતોષ હતો. 3 ડિસેમ્બર 1971ના રોજ, ભારત સરકારે 'પૂર્વ પાકિસ્તાન'ના લોકોને બચાવવા માટે ભારતીય સેનાને પાકિસ્તાન સામે યુદ્ધની ઘોષણા કરવાનો આદેશ આપ્યો.

  • આ યુદ્ધ ફિલ્ડ માર્શલ માણેકશાના નેતૃત્વમાં લડવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધમાં ભારતના 1400 થી વધુ સૈનિકો શહીદ થયા હતા.

  • પાકિસ્તાની સેનાના ચીફ જનરલ આમિર અબદુલ્લા ખાન નિયાજીએ પરાજ્ય સ્વીકારીને 93 હજાર પાકિસ્તાની સૈનિકો સાથે ભારતીય સેના સમક્ષ સરન્ડર કર્યુ હતું.