આજે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. ભારતના બિસ્માર્ક અને આયર્ન મેન તરીકે ઓળખાતા સરદાર પટેલ 565 રજવાડાઓના વિલીનીકરણ માટે જાણીતા છે. આ વિશે ઘણીવાર એવું પણ કહેવાય છે કે જો તેમણે કાશ્મીરનો મુદ્દો પણ સંભાળ્યો હોત તો કદાચ આજે જે સ્થિતિ છે તે ન હોત. બીજેપી અને ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીએ ઘણીવાર પોતાને લોખંડી પુરૂષના વારસા સાથે જોડ્યા છે અને તેમનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પણ કાશ્મીર સમસ્યા માટે જવાબદાર ગણાવ્યા છે. જો કે, કાશ્મીર મુદ્દે સરદાર પટેલનો અભિપ્રાય શું હતો? તેનો ભાગ્યે જ ઉલ્લેખ થાય છે
સરદાર વલ્લભભાઈ પટેલના રાજકીય સચિવ રહી ચૂકેલા વી. શંકરે તેમના પુસ્તક 'મેરે સંસ્મરણ વિથ સરદાર પટેલ'માં લખ્યું છે, 'મહાત્મા ગાંધીને અપેક્ષા હતી કે જમ્મુ અને કાશ્મીર ભારતનો ભાગ બનશે અને તેમણે દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતને નકારી કાઢ્યો હતો.' તેઓ લખે છે કે સરદાર વલ્લભભાઈ પટેલે આ નિર્ણય સંપૂર્ણપણે જમ્મુ અને કાશ્મીરના શાસક મહારાજા હરિ સિંહ પર છોડી દીધો હતો. સરદારનો અભિપ્રાય હતો કે, 'જો મહારાજા માનતા હોય કે પાકિસ્તાન સાથે જવામાં તેમનું અને તેમના રાજ્યનું હિત છે, તો તેઓ તેમના માર્ગમાં આવશે નહીં.'
ભારતમાં રજવાડાઓના વિલીનીકરણ વિશે માઉન્ટબેટનના રાજકીય સલાહકાર વીપી મેનનનું એક પુસ્તક પણ છે. ‘ઈન્ટિગ્રેશન ઓફ ઈન્ડિયન સ્ટેટ્સ’ નામના તેમના પુસ્તકમાં મેનને તે સમયના વિકાસની વિગતો આપી છે. તેઓ લખે છે કે, 18 થી 23 જૂન 1947 સુધી લોર્ડ માઉન્ટબેટન કાશ્મીરની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે મહારાજા હરિ સિંહને કહ્યું, 'જો કાશ્મીર પાકિસ્તાન સાથે જાય છે, તો તેના ભારત સરકાર સાથેના સંબંધો નબળા નહીં પડે.' આટલું જ નહીં માઉન્ટબેટને કહ્યું હતું કે તેમને આ મામલે સરદાર પટેલ તરફથી સંપૂર્ણ ખાતરી પણ આપવામાં આવી છે.
ઈતિહાસકાર રાજમોહન ગાંધીએ સરદાર પટેલ પરના તેમના પુસ્તકમાં કહ્યું છે કે, દેશના પ્રથમ ગૃહમંત્રીનો કાશ્મીર પર કોઈ અભિપ્રાય નહોતો. તેમણે દેશના પ્રથમ રક્ષા મંત્રી બલદેવ સિંહને કહ્યું કે જો કાશ્મીર પાકિસ્તાન સાથે જવા ઈચ્છે છે તો અમે તેનો સ્વીકાર કરીશું. જો કે, જ્યારે તેમને ખબર પડી કે પાકિસ્તાન જૂનાગઢ લેવા તૈયાર છે ત્યારે તેમનો અભિપ્રાય બદલાઈ ગયો હતો અને તેમણે કહ્યં હતું કે, , 'જો જિન્ના હિંદુ બહુમતી ધરાવતા આવા રાજ્યનો સમાવેશ કરવા તૈયાર હોય, જ્યાં શાસક મુસ્લિમ હોય, તો સરદાર મુસ્લિમ બહુમતી રાજ્ય એટલે કે કાશ્મીરને કેમ વિલીન ન કરી શકે, જેનો શાસક હિંદુ છે’.
આ પણ વાંચો
બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત