1971 India Pakistan War: દર વર્ષે 16 ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા ઐતિહાસિક યુદ્ધની યાદમાં વિજય દિવસ મનાવવામાં આવે છે. આજના દિવસે ભારતે દરેક મોરચે પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. ભારત માટે આ ઐતિહાસિક જીત હતી અને પાકિસ્તાન માટે તેના અસ્તિત્વ પછીની સૌથી શરમજનક હાર હતી કેમ કે આ યુધ્ધ દ્વારા ભારતે પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ પાકિસ્તાનને અલગ કરીને નવા બાંગ્લાદેશ રાષ્ટ્રનું સર્જન ભારતે કરાવ્યું હતું. પાકિસ્તાનને ધૂળ ચટાવવામાં સામ માણેકશાનું અમૂલ્ય યોગદાન હતું. તેઓ ભારતીય સેનાના પ્રથમ 5 સ્ટાર જનરલ હતા. ઉપરાંત એવા પહેલા ઓફિસર હતા જેમને સેનામાં ફિલ્ડ માર્શલ રેંક પર પ્રમોટ કરવામાં આવ્યા હતા. તેમની લોકપ્રિયતા એટલી હતી કે એક સમયે તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ તેનાથી ડર લાગ્યો હતો.


ઈન્દિરા ગાંધીને પણ કહી દીધું હતું તડ ને ફડ


ભારતીય પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતા કે 1971માં સેના પાકિસ્તાન પર ચડાઈ કરી દે. જો કે ત્યારે ભારતીય સેનાના અધ્યક્ષ સામ માણેકશાએ આમ કરવાની મનાઈ કરી દીધી. માણેકશાએ કહ્યું કે ભારતીય સેના અત્યારે હુમલા માટે તૈયાર નથી. જો સેના યુદ્ધ માટે જશે તો હાર નક્કી છે. કહેવાય છે કે ઈન્દિરા ગાંધી આનાથી નારાજ પણ થયા. ઈન્દિરાને નારાજ જોઈ તેમણે રાજીનામાની ઓફર કરી હતી અને કહ્યું, મેડમ પ્રાઇમ મિનિસ્ટર તમે મોં ખોલો તે પહેલા જ હું તમને પૂછવા માંગું છું કે તમે મારું રાજીનામું માનસિક, શારીરિક, સ્વાસ્થ્ય કે કયા આધાર પર સ્વીકારશો? પરંતુ ઈન્દિરાએ રાજીનામાની ઓફર ફગાવી દીધી હતી.


જે બાદ માણેકશાએ તેમને પૂછ્યુ કે તમે યુદ્ધ જીતવા ઈચ્છો કે નહિ. ઈન્દિરાએ કહ્યુ હા. આના પર માણેકશાએ કહ્યુ મને 6 મહિનાનો સમય આપો. હું ગેરેન્ટી આપુ છુ કે જીત તમારી થશે.  એક વ્યક્તિ અને સૈન્ય અધિકારી તરીકે તેમનું વ્યક્તિત્વ દમદાર હતું.તેનું જ પરિણામ હતું કે તેઓ રાજકીય લૉબીમાં કોઈના માનીતા નહતા.પણ જે રીતે તેમણે પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા, તેને જોતાં તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી પણ તેમને માની ગયા.


આ પણ વાંચોઃ 1971ના યુદ્ધની રણનીતિ બનાવનારા 3 ભારતીય ઓફિસર, આજે પણ બાંગ્લાદેશ કરે છે યાદ


1971ના યુદ્ધના હિરો ફિલ્ડ માર્શલ સામ માણેકશા સામે કેમ પાકિસ્તાની સૈનિકે પાઘડી ઉતારી દીધી હતી ? જાણો રોચક કિસ્સો


પાકિસ્તાન સામે 1971ની ઐતિહાસિક જીતનાં 50 વર્ષ, ભારતે 13 દિવસમાં પાકિસ્તાનને મસળીને બાંગ્લાદેશનું સર્જન કરાવ્યું હતું....


Vijay Diwas 2021: 1971ના ભારત-પાક. યુદ્ધના આ કિસ્સા સાંભળીને આજે પણ પાકિસ્તાન થરથરે છે