ઉત્તર પ્રદેશના કાનપુર પોલીસ હત્યાકાંડમાં મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેને શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટર પર સવાલો ઉઠી રહ્યાં છે. હવે બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ એક ટ્વિટ કરીને આ આખી ઘટનાક્રમ પર કટાક્ષ કર્યો છે.

તાપસી પન્નુએ લખ્યું હતું કે, વાહ! આ આશા તો બિલ્કુલ નહોતી!! અને પછી લોકો કહે છે કે બોલિવૂડની કહાનીઓ સચ્ચાઈથી બહુ જ દૂર હોય છે. તાપસી પન્નુના આ ટ્વિટ પર ચાહકો પણ સતત રિએક્શન સામે આવી રહ્યાં છે. જ્યાં ઘણાં ચાહકો તાપસીના આ ટ્વિટને સમર્થનમાં ટ્વિટ કરી રહ્યાં છે જ્યારે ઘણાં લોકો તેના વિરોધમાં ઉભા થયા હોય તેવું લાગી રહ્યું છે.



એસટીએફ મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી આજે સવારે તેને કાનપુર લઈને આવી હતી. કાનપુર આવતાં જ પોલીસની હાડી રસ્તામાં પલટી ખાઈ હતી. તે દરમિયાન વિકાસ દુબેએ પોલીસના એક જવાનનું હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરતો હતો. વિકાસ દુબે અને પોલીસની વચ્ચે ફાયરિંગ થયું હતું. આ દરમિયાન વિકાસ દુબે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.