નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવવાની ખબર સોશિયલ મીડિયા પર આગની માફક ફેલાઈ રહી છે અને ત્યાર બાદ કેરળમાં લોકોએ પોસ્ટલ બેન્કની બહાર ખાતું ખોલાવવા માટે લાઈન લગાવી દીધી.


સોશિયલ મીડિયા પર ફેલાયેલા આ એક મેસેજને સાચો માનીને લોકો પોસ્ટલ બેન્કમાં ખાતું ખોલાવા માટે મોટી સંખ્યામાં લાઇનમાં ઉભા થઇ ગયા. લાઇનમાં ઉભા રહેલા લોકોએ કહ્યું કે સરકાર વડાપ્રધાન દ્વારા આપવામાં આવતા 15 લાખ રૂપિયાના વચનને પૂરું કરવાની યોજના બનાવી રહ્યા છે.

કેરલાના વિખ્યાન પ્રવાસ સ્થળ મુન્નારના ચાના બગીચામાં હજારો લોકો મજૂરી કરે છે. આ મજૂરો ખાતું ખોલાવવા માટે મુન્નાર પોસ્ટ ઓફિસની બહાર જમા થઈ ગયા હતા. હકીકતે સોશિયલ મીડિયા પર આ અફવાહ ફેલાઈ ગઈ હતી કે કેન્દ્ર સરકાર દરેક વ્યક્તિને 15 લાખ આપવાની યોજના બનાવી રહી છે જેની પાસે પોસ્ટલ બેન્ક એકાઉન્ટ હોય. ત્યાર બાદ બેન્કોની બહાર લોકોની લાઈન લાગી ગઈ હતી.

આ બધાની વચ્ચે મોટી સંખ્યામાં લોકો પોતાનું કામ છોડીને પોસ્ટઓફિસની બહાર લાઇનમાં ઉભા થઇ ગયા. સ્થિતિ એ રહી કે એકલા મુન્નાર પોસ્ટઓફિસમાં છેલ્લાં ત્રણ દિવસમાં 1050થી વધુ નવા ખાતા ખુલી ગયા. આ પહેલાં દેવીકુલમ આરડીઓ કાર્યાલયમાં પણ આવી જ ભીડ દેખાઇ હતી, જ્યારે સોશિયલ મીડિયાના મેસેજોએ દાવો કર્યો હતો કે સરકાર બેઘરો માટે જમીન-મકાન આપવાની યોજના બનાવી રહ્યું છે.