મુંબઇઃ વર્લ્ડકપ 2019 માટે ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઇમાં એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. જેમાં કોહલી અને કૉચ શાસ્ત્રીએ વર્લ્ડકપને લઇને અનેક વાતો કહી હતી. જેમાં ખાસ વાત ભારતીય સેનાને લઇને સામે આવી.

પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન એક પત્રકારે વિરાટને સવાલ પુછ્યો કે, મોહિન્દર અમરનાથે કહ્યું છે કે, આ વખતનો વર્લ્ડકપ ભારતીય ટીમે ભારતીય સેના માટે રમવો જોઇએ?



આના જવાબમાં વિરાટ કોહલીએ કહ્યું કે, ''પ્રેરણા તમને ક્યાંયથી પણ મળી શકે છે, તમે ઘણાબધા સોર્સથી મૉટિવેશન લઇ શકો છો, પણ જે પૉઇન્ટ તેમને (મોહિન્દર અમરનાથ) કહ્યું છે તે મને નથી લાગતુ કે તેમનાથી (ભારતીય સેનાથી) વધુ પ્રેરણા કોઇનાથી મળી છે, જો અમે પ્રેરણા સાથે જઇશુ તો ભારતીય સેના માટે કંઇક કરી શકીશુ, કંઇક અલગ જ જોશ નીકળીને સામે આવશે.''

નોંધનીય છે કે, આગામી 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ વર્લ્ડકપ ટૂર્નામેન્ટ શરૂ થઇ રહી છે. કોહલી અને શાસ્ત્રી ભારતીય ટીમને લઇને ઇંગ્લેન્ડ રવાના થઇ ચૂક્યા છે.