આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)માં મંગળવારે બપોરે આગ ફાટી નીકળી હતી. જોકે, આ આગમાં કેટલું નુકસાન થયું, તે હજુ જાણી શકાયું નથી. રિપોર્ટ પ્રમાણે, એપીસીએલ જૂના ટર્મિનલના ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (crude distillation unit) માં આગ લાગી હતી. 


આ પછી તરત ઇમરજન્સી સાયરલન વાગી અને કર્મચારી અને શ્રમિક યુનિટ બહાર દોડી આવ્યા. પ્લાન્ટથી બહાર આવેલા કેટલાક શ્રમિકોએ જણાવ્યું કે, વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સંભળાયો અને આ પછી આગના ગોટેગોટા નીકળી રહ્યા હતા. સાયરન વાગતા જ બધા સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. 


આ લાગ્યા પછી તરત જ પ્લાન્ટમાં હાજર અને બહારથી આવેલી ફાયરબ્રિગેડની ગાડીઓ આગ બુઝાવવામાં લાગી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કવાયત ચાલી રહી છે.