બેંગ્લુરુઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. દેશમાં વિતેલા 24 કલાકમાં 196427 નવા કેસ આવ્યા જે 13 એપ્રિલ 2021 બાદ સૌથી ઓછા છે. પરંતુ સૌથી વધારે રાહત આપતા સમાચાર નથી કારણ કે દેશમાં હજુ પણ રોજના મોતના આંકડા 3500થી વધારે આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી 3,07,231 લોકોના મોત થયા છે.  


આ દરમિયાન કર્ણાટકના કાલાબુરાગી જિલ્લામાં ત્રણ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે. કાલાબુરાગીના ડેપ્યુટી કમિશ્નલે જણાવ્યું, 27 મેના રોજ સવનારે 6 વાગ્યાથી 30 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી જિલ્લામાં કડક લોકડાઉન લગાવવામાં આવશે.  દરમિયાન માત્ર જીવનજરૂરી વસ્તુઓની જ દુકાન ખુલ્લી રહેશે.



હાલ કર્ણાટકમાં દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4,40.456 છે. જ્યારે 19,83,948 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 57,333 લોકોના કોરોનાથી મોત થયા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.   



  • કુલ કેસ-  બે કરોડ 69 લાખ 48 હજાર 874

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 40 લાખ 54 હજાર 861

  • કુલ એક્ટિવ કેસ - 25 લાખ 86 હજાર 782

  • કુલ મોત - 3 લાખ 07 હજાર 231


19 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 85 લાખ 38 હજાર 999 ડોઝ આપવામાં આવ્યા છે.


કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ


ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 33,25,94,176 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 24 મે ના રોજ 20,58,112 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. 


Also Read: કોરોના રસીથી મહિલાઓ તથા પુરુષો મા-બાપ બનવાની ક્ષમતા ગુમાવી બેસે છે ? જાણો મોદી સરકારે શું કહ્યું


ખેડૂત કાયદાના વિરોધમાં આ દિગ્ગજ નેતાએ તેના ઘરની બહાર ફરકાવ્યો કાળો ઝંડો, એક સમયે હતા મોદીના ખાસ


કોરોના થાય પછી 60 હજાર રૂપિયાની આ દવા લેવાથી હોસ્પિટલમાં દાખલ નહીં થવું પડે, ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ દવા લઈને થયેલા સાજા