નવી દિલ્લીઃ મુંબઇમાં 26/11ના રોજ થયેલા આતંકી હુમલાના સમયે વિદેશ સચિવ રહેલા શિવશંકર મેનને કહ્યુ હતું કે આ હુમલા બાદ તેઓ પીઓકેમાં સ્થિત લશ્કર-એ તૌઇબાના આતંકી કેમ્પો અથવા આઇએસઆઇ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવા માંગતા હતા.


એક અંગ્રેજી ન્યૂઝપેપરના અહેવાલ અનુસાર, 2008માં મેનનું માનવું હતું કે, સૈન્ય કાર્યવાહીથી ભારતીય પોલીસ અને સુરક્ષા દળો પર લાગેલું અસક્ષમતાનો ધબ્બો હટાવવામાં લાંબા સમય લાગશે. આતંકીઓ વિરુદ્ધ ત્રણ દિવસ સુધી ચાલેલી કાર્યવાહીને આખી દુનિયાએ ટીવી પર જોઇ હતી.

તે સમયે મેનનને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવી દીધા હતા. તેમણે પોતાની પુસ્તક ‘ચોઇસિસઃ ઇનસાઇડ ધ મેકિંગ ઓફ ઇન્ડિયાઝ ફોરેન પોલિસી’માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ કે, તે સમયે સૈન્ય કાર્યવાહી ન કરવાનો નિર્ણય યોગ્ય હતો. તેમણે લખ્યું કે, વિચાર કર્યા બાદ  સરકાર એ નિર્ણય પર પહોંચી હતી કે, હુમલો કર્યા કરતા હુમલો નહી કરવામાં વધુ ફાયદો થશે.