પટિયાલાઃ પટિયાલાની એસબીઆઇ બેંકમાં 35 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, 12થી 15 વર્ષનો છોકરો ચાલું બેંકે લોકોની નજર સામે જ 35 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ જાય છે. પોલીસ પ્રમાણે, આ રકમ એટીએમમાં ભરવા માટે કાઢવામાં આવી હતી. 






કેશ કાઉન્ટર પાસે બેંક કર્મચારીએ એટીએમમાં પૈસા નાંકવા માટે બેગ મૂકી હતી. જોકે, તેઓ કેશ એટીએમમાં નાંખે તે પહેલા જ ટાબરિયો ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ ચોરીના ગુનામાં બેંક કર્મચારીઓની લાપરવાહી સામે આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે. એસપી વજીરસિંહે આપેલી જાણકારી પ્રમાણે બેંકમાં એક છોકરો હતો અને તેની સાથે અન્ય એક વ્યક્તિ પણ હતી. આ બંને બેંકમાં પહેલાથી જ બેઠા હતા. છોકરો ખૂબ જ ચાલાકીથી કેશ કાઉન્ટર પરથી રૂપિયાનો થેલો લઈને ફરાર થઈ ગયો હતો.