Noida Flood: ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદીઓ બાદ હવે હિંડન નદીના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. તેનું પાણી નોઈડાના રસ્તાઓ પર ફરી વળી હતું. શહેર નોઈડામાં વરસાદનું પાણી ફરી વળ્યુ હતું. ડૂબતી કારના વીડિયો વાયરલ થવા લાગ્યા છે. પાણી ઓળંગીને લોકોને ઓફિસ જવા માટે મજબૂર થઇ રહ્યા છે.
હિંડન નદીમાં પૂર આવતા નોઈડાના ઈકોટેક 3 વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. અહીં 500 જેટલી કાર તરવા લાગી હતી. લોકો માટે રસ્તા પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.
ઘરોમાં પૂરના પાણી
ગૌતમ બુદ્ધ નગરના ડીએમ મનીષ કુમાર વર્માએ જણાવ્યું કે હિંડન નદીનું જળસ્તર વધી રહ્યું છે. હિંડન બેરેજ પર ભયજનક સપાટી 205.8 છે. જ્યારે સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ હાલમાં તે 201.5 છે. પૂર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. તેને જોતા બચાવ કામગીરી ચાલી રહી છે.
સેક્ટર 143માં સ્થિતિ બગડી
એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ડીસીપી અનિલ યાદવ અને એસડીએમ અંકિત કુમારે જણાવ્યું હતું કે હિંડન નદીમાં વહેણને કારણે નોઈડાના નીચેના ભાગો પાણીમાં ડૂબી ગયા છે. સેક્ટર 143ના હાઈરાઈઝ એપાર્ટમેન્ટને અડીને આવેલા જૂના સુથિયાણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અહીં અનેક વાહનો ડૂબી ગયા છે.
જિલ્લા મેજીસ્ટ્રેટે સ્પષ્ટતા કરી
ગૌતમ બુદ્ધ નગરના જિલ્લાધિકારી મનીષ કુમાર વર્માએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસથી હિંડન નદીનું જળસ્તર વધ્યું છે. લોકોને નદીના કાંઠેથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાહનોના ડૂબવાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે એક ગામનો છે, જ્યાં ખાનગી કેબ કંપનીના યાર્ડમાં ક્ષતિગ્રસ્ત વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. NDRFની ટીમો સ્થળ પર તૈનાત છે.
એબીપી ન્યૂઝે એક વ્યક્તિ સાથે પણ વાત કરી જે પાણીમાં ચાલીને ઓફિસ પર જઈ રહ્યો હતો. વ્યક્તિએ જણાવ્યું કે આવા સંજોગોમાં તેને નોકરી પર જવાની ફરજ પડી છે. ઘણા દિવસોથી આ રીતે પાણી ભરાયેલું છે. બીજા ઘણા એવા લોકો હતા જેમને આવી જ મુશ્કેલીમાં પોતપોતાના કામ પર જવાની ફરજ પડી હતી.
સેંકડો વાહનો ડૂબી જવાનો વીડિયો
સમાચાર એજન્સી પીટીઆઈએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઘણા વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળે છે. આ વીડિયો ડરામણો છે. પાણી ભરાવાને કારણે અડધા વાહનો દેખાતા નથી. વીડિયોના અંતમાં પોલીસ ટીમ પણ જોવા મળી રહી છે. ગ્રામજનો કહે છે, “બધે પાણી છે. ક્યાંક 10 ફૂટ સુધી તો ક્યાંક 15 ફૂટ સુધી પાણી છે. સ્થિતિ ઘણી ખરાબ છે. તેમના ઘરે જવા માટે પણ સ્થિતિ યોગ્ય નથી. ઘરમાં જે હતું તે બધું ડૂબી ગયું હતું.