સંયજ રાઉતે કહ્યું કે, અમે 17 મિનિટમાં બાબરી મચ્છિદ તોડી નાંખી હતી તો કાયદો બનાવવા કેટલો સમય લાગે. રાષ્ટ્રપતિ ભવથી લઈને ઉત્તરપ્રદેશ સુધી ભાજપની સરકાર છે. રાજ્યસભામા ઘણા એવા લોકો છે જે રામ મંદિર સાથે ઊભા રહેશે, જે વિરોધ કરશે તેને દેશમાં ફરવું મુશ્કેલ થઈ જશે. તેમણે કહ્યું કે રામ મંદિર પર ચૂક્યા તો 2019માં ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવશે.
ધર્મસભાને લઈને રાજ્યસભામાં કાયદો વ્યવસ્થા લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ધર્મસભાને ધ્યાનમાં લેતાં અખિલેશ યાદવે અયોધ્યામાં ફૌજ તૈનાત કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં સુરક્ષા દળ ગોઠવવામાં આવે કારણ કે ભાજપ કંઈ પણ કરી શકે છે. ભાજપને ના તો સંવિધાન પર વિશ્વાસ છે ના તો સુપ્રીમ કોર્ટ પર.
અયોધ્યા છાવણી મંદિરના મહંત પરમહંસ દાસે રામમંદિર નિર્માણ લઈને ચીમકી ઉચ્ચારી છે કે, જો 6 ડિસેમ્બરથી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં કરવામાં આવે તો તે આત્મદાહ કરશે. સાથે તેણે પીએમ મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ આરોપ લગાવ્યો છે કે એક બાજું પીએમ મોદી હિંદુઓને અને યોગી સંતોના ભાગલા પાડી રહ્યા છે અને રામ મંદિરના નિર્માણનો કોઈ પ્રયાસ કરવા