મોદીએ ટ્વીટ કર્યું કે, તેમની પાર્ટી રાજ્યની સેવા કરતી રહેશે અને જનકેન્દ્રિત મુદ્દા ઉઠાવતી રહેશે. પીએમે કહ્યું કે- હેમંત સોરેન અને ઝામુમો નીત ગઠબંઝનને ઝારખંડ ચૂંટણીમાં જીત માટે અભિનંદન. તેમને રાજ્યની સેવા કરવા માટે શુભકામનાઓ.
મોદીએ ભાજપના રાજ્યોની સેવા કરવાનો અવસર આપવા માટે ઝારખંડની જનતાનો આભાર વ્યક્ત કર્યો અને પાર્ટી કાર્યકર્તાઓના પ્રયત્નોના વખાણ કર્યા.
ઝારખંડમાં મળેલી કારમી હાર બાદ અમિતા શાહે પણ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, ‘અમે ઝારખંડની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશનું સન્માન કરીએ છીએ. બીજેપીને 5 વર્ષ સુધી સેવા કરવાની જે તક આપી હતી તેના માટે અમે જનતાનો હ્રદયથી આભાર માનીએ છીએ. બીજેપી સતત પ્રદેશનાં વિકાસ માટે કટિબદ્ધ રહેશે. તમામ કાર્યકર્તાઓને તેમનાં અથાગ પ્રયત્ન માટે અભિનંદન.’ ઉલ્લેખનીય છે કે અમિત શાહે ઝારખંડ ચૂંટણીમાં અનેક રેલીઓને સંબોધિત કરી.
છેલ્લી કેટલીક ચૂંટણીમાં પાર્ટીનાં હાથમાંથી અનેક રાજ્યો નીકળી ગયા છે. ચૂંટણી વિશ્લેષકો એ પણ કહે છે કે અમિત શાહ ગૃહમંત્રી જેવો મહત્વપૂર્ણ હોદ્દો સંભાળવાનાં કારણે પાર્ટીનાં વિસ્તારમાં વધારે સમય નથી આપી રહ્યા. પહેલા તેઓ ચૂંટણીવાળા રાજ્યોમાં બૂથસ્તર સુધીની રણનીતિ તૈયાર કરતા હતા અને તેને પોતાની દેખરેખમાં અંજામ સુધી પહોંચાડતા હતા.