ફેક ચેક: કોવિડની વેક્સિનેશનને લઇને હાલ સોશિયલ મીડિયામાં જુદી-જુદી માન્યતાઓ વાયરલ થઇ રહી છે. આ માન્યતા પર વિશ્વાસ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે, તેમાં કેટલું વૈજ્ઞાનિક પ્રમાણ છે. તો ચાલો જાણીએ કઇ મીથ વાયરલ થઇ રહી છે અને તેની પાછળનું સત્ય શું છે. 


કોઇ રોગથી પીડિત લોકોને વેક્સિન ન લેવી જોઇએ?
હા સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં એવા દાવો થઇ રહ્યો છે કે, લોકો જે એકથી વધુ કોઇ ગંભીર બીમારીથી પિડાતાા હોય તેમણે વેક્સિન ન લેવી જોઇેએ? આ દાવામાં કેટલું સત્ય છે જાણીએ


ફેક્ટ ચેક
આ સોશિયલ મીડિયાનની પોસ્ટની કેન્દ્ર સરકારની વેબસાઇટની ફેક ચેક ટીમે તપાસ કરી છે. તપાસ દરમિયાન આ દાવો ખોટો સાબિત થયો છે. જે લોકો ડાયાબિટીસ કે અન્ય બીમારીથી પીડિત હોય તેવા લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેથી આવા લોકો વધુ હાઇ રિસ્કમાં છે. આવા લોકો ઝડપથી સંક્રમિત થઇ શકે છે. સંક્રમણથી બચવા માટે આવા લોકોએ વેક્સિન લેવી જોઇએ. ડાયાબિટીશ, હાઇબ્લડપ્રેશર સહિતના કોઇ પણ દર્દીઓ માટે આ વેક્સિન સુરક્ષિત છે. તમામ લોકોએ વેક્સિન લેવી જોઇએ. તેમ છતાં કોઇ એલર્જી હોય કે અન્ય કોઇ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઇને વેક્સિન લેવી જોઇએ. તો સોશિયલ મીડિયા પર  વાયરલ આ દાવો તદન ખોટો સાબિત થયો છે. 


વેક્સિનેશન બાદ માસ્ક પહેરવાની જરૂર નથી?
સોશિયલ મીડિયા પર હાલ એક એવી પોસ્ટ પણ વાયરલ થઇ છે.  જેમાં એવો દાવો થઇ રહ્યો છે કે વેક્સિન લીધા બાદ આપ સંપૂર્ણ સુરક્ષિત છો અને આપે માસ્ક પહેરવાની કે સામાજિક અંતરનું પાલન કરવાની જરૂરી નથી. 



ફેક્ટ ચેક
આ સોશિયલ મીડિયાનની પોસ્ટની કેન્દ્ર સરકારની વેબસાઇટની ફેક ચેક ટીમે તપાસ કરી છે. તપાસ દરમિયાન આ દાવો ખોટો સાબિત થયો છે. વેક્સિનથી 100 ટકા સુરક્ષા નથી મળતી વેક્સિન લીધા બાદ પણ કોવિડનો ચેપ લાગી શકે છે. તો વેક્સિનેટ લોકોએ પણ વેક્સિન લીધા બાદ માસ્ક પહેરવું સામાજિક અંતર જાળવવું અને વારંવાર હાથ સાફ કરતા રહેવું જોઇએ. સોશિયલ મીડિયા પર વાયરલ આ  પોસ્ટનો દાવો સંપૂર્ણ ખોટો અને વૈજ્ઞાનિક પ્રમાણ વિહોણો સાબિત થયો છે. તેથી જ  વેક્સિનેશન બાદ પણ એક્સ્પર્ટ દ્રારા કોવિડનુા પ્રોટોકોલનું પાલન કરવા માટેનો અનુરોધ કરવાામાં આવી રહ્યો છે. 


જો તમને એકવાર કોવિડ થઇ ગયો હોય તો વેક્સિનની જરૂર નથી?


સોશિયલ મીડિયા પર હાલ એક એવી પોસ્ટ પણ વાયરલ થઇ છે. જેમાં દાવો થઇ રહ્યો છે કે, કોરોના સંક્રમિત થયા બાદ કોવિડની વેકિનન લેવાની જરૂર નથી.


ફેક્ટ ચેક
કેન્દ્ર સરકરાની વેબસાઇટની પીઆઇબી ફેક ચેક ટીમે આ દાવાની તપાસ કરી. આ દાવાનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ ન હોવાથી દાવાને ખોટો સાબિત કરાયો છે. એક્સ્પર્ટના મત મુજબ એક વખત કોરોના સંક્રમિત થયા બાદ પણ બીજી વખત સંકમણ લાગી શકે છે. તો  કોરોના બાદ રિકવરી પછી ત્રણ મહિના બાદ દર્દીએ વેક્સિન લેવી જોઇએ કારણે કારણ કે ત્રણ મહિના સુધી સંક્રમિતથી રિકવર થયા બાદ એન્ટીબોડી રહે છે ત્રણ મહિના બાદ વેક્સિન લેવી જરૂરી છે. 


વેક્સિન મહિલા અને પુરૂષો્માં વંધ્યત્વનું  કારણ બને છે. 
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરવાામાં આવી રહ્યો છે કે, કોવિડની વેક્સિન મહિલા અને પુરૂષો્માં વંધ્યત્વનું  કારણ બને છે. આ દાવામાં કેટલી સત્ય છે જાણીએ


ફેક્ટ ચેક 
કોવિડની વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. તેનાથી એવી કોઇ સાઇડ ઇફેક્ટ નથી થતી કે, તે મહિલા અને પુરુષોમાં ઇન્ફર્ટિલિટીનું કારણ બને. તો પીઆઇબીની ફેક ચેક ટીમ આ મુદ્દે તપાસ કરતા જણાવ્યું કે,. વેકિસનની આવી કોઇ આડઅસરનું વૈજ્ઞાનક પ્રમાણ નથી જેથી આ દાવો પણ તદન ખોટો સાબિત થયો છે.


મહિલાઓએ પિરિયડના 5 દિવસ પહેલા અને બાદ વેક્સિન ન લેવી જોઇએ ?


મહિલાઓએ પિરિયડના 5 દિવસ પહેલા અને બાદ વેક્સિન ન લેવી જોઇએ ?આ દાવો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહિલાઓએ પિરિયડના 5 દિવસ પહેલા અને બાદ વેક્સિન ન લેવી જોઇએ ? આ દાવામાં કેટલી સચ્ચાઇ છે જાણીએ..


ફેક્ટ ચેક 
એકસ્પર્ટે આ દાવાને ખોટો અને તદન પાયા વિહોણો ગણાવ્યો છે. એક્સપર્ટના મત મુજબ પિરિયડની વેક્સિનેશન પર કોઇ અસર નથી થતી. કેન્દ્ર સરકારની વેબસાઇટ દ્રારા કોવિડ દ્રારા ફેલાતા આવી ખોટી અફવાથી લોકોને સાવધાન રહેવાની સલાહ અપાઇ છે. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને મહામારીમાં કોવિડની રોકથામ માટે વેક્સિન લેવી  જરૂરી છે.