Weather Update Live: સૌરાટ્રમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય, જાણો હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈ શું કરી આગાહી
દેશની રાજધાની દિલ્હીના લોકોને હજુ પણ ઠંડીથી રાહત મળી નથી. રવિવારે રાજધાનીમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં ધુમ્મસના કારણે અત્યાર સુધીમાં 40 થી 45 ફ્લાઇટ પડી મોડી છે. દેહરાદૂનથી અમદાવાદની ફ્લાઈટ 2 કલાક મોડી પડી છે. ફ્લાઇટ મોડી પડતાં ઘણા લોકોના શેડ્યૂલ ખોરવાઈ ગયા છે.
અમદાવાદમાં છવાયેલા ધુમ્મ્સને કારણે ફ્લાઈટ્સની અવર જવર ઉપર અસર . હૈદરાબાદ, પુણે, લખનઉ, તેમજ અન્ય જગ્યાઓએથી આવનારી ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી. જયારે ઘણી ફ્લાઇટ મોડી પડી. ભુવેશ્વર, નાસિક અને લખનઉથી અમદાવાદ આવનારી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં વરસાદ નહીં પડે. અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 6.8 તાપમાન નોંધાયું છે. રાજ્યમાં હાલ ઉત્તરીય પવનની લહેર છે, જયારે આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે.
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી. 24 કલાકમાં ગુજરાતમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સૌરાટ્રમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય. આવતીકાલથી બે દિવસ પવન ફૂંકાવવાથી ઠંડીનો અનુભવ થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, સોમવારે બપોર પછી સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતાં વાદળાં વિખરાશે. આ સાથે લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડીગ્રી રહ્યું હતું, જ્યારે લઘુતમ તાપમાન 4.5 ડીગ્રી વધી 17.4 નોંધાયું હતું. જોકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને સાંજે 64 ટકા હતું.
કાશ્મીર ખીણના વિવિધ ભાગોમાં તાજી હિમવર્ષા થતાં શ્રીનગર બરફના થરથી ઢંકાઈ ગયું છે. દિલ્હીના પ્રવાસી, આદિત્ય નિગમ કહે, " અદ્ભુત દ્રશ્ય છે. સ્વર્ગ જેવું લાગે છે. તળાવ સુંદર લાગે છે અને વૃક્ષો સફેદ છે. કાશ્મીરમાં આ પહેલો બરફ છે જે અમે જોયો છે."
શ્રીનગર અને ખીણના અન્ય ભાગોમાં નવેસરથી હિમવર્ષા થતાં કાશ્મીર ખીણ બરફની ચાદરમાં ઢંકાઈ ગઈ છે. હિમવર્ષાના બર્ફીલા પવનોના કારણે આગામી બે ત્રણ દિવસમાં ઠંડીનો ચમકારો વધશે.
મહેસાણાના ઉંઝા હાઇવે પર ગાઢ ધુમ્મસ છવાયું છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ધુમ્મસ છવાયું છે. જેના કારણે અમદાવાદ - પાલનપુર હાઈવે પર વાહન ચાલકો ધીમી ગતિએ વાહન ચલાવવા મજબૂર થયા છે.
અમદાવાદમાં સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ છે. એસ.જી હાઇવે સહીત શહેરનાં રસ્તાઓ પર પણ ધુમ્મસ છે. ગાઢ ધુમ્મસ વાળા વાતાવરણથી વાહન ચાલકોએ લાઈટ ચાલું કરી કાળજીપૂર્વક વાહન ચલાવવા ની ફરજ પડી રહી છે. એક્સપ્રેસ હાઇવે અને NH 48 પર ધુમ્મસ વાળા વાતાવરણ કારણે વાહન ચાલકોએ સાવધાની પૂર્વક વાહન ચલાવવા માટે સૂચિત કરવામાં આવ્યાં છે. આ અંગે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.
ચાંદપુર, બરૌત, દૌરાલા, બાગપત, મેરઠ, ખેકરા, મોદીનગર, કિથોર, ગર્હમુક્તેશ્વર, પિલાખુઆ, હાપુડ, ગુલાઓટી, સિયાના, સિકંદરાબાદ, બુલંદશહર, જહાંગીરાબાદ, અન્નાગિરાબાદ, અન્નાપુર, અણ્ણાપુર, હપુર, ગુલાઓટીના અલગ-અલગ સ્થળો અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ પડશે.
બ્રેકગ્રાઉન્ડ
દેશની રાજધાની દિલ્હીના લોકોને હજુ પણ ઠંડીથી રાહત મળી નથી. રવિવારે રાજધાનીમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો. IMD તરફથી મળેલી માહિતી અનુસાર, સોમવારે પણ રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં રવિવારે મહત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. ઉપરાંત, લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. દિલ્હીમાં રવિવારે (29 જાન્યુઆરી) સાંજે 5.30 વાગ્યા સુધી 3.3 મીમી વરસાદ નોંધાયો હતો. પંજાબ, પૂર્વ હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશના ભાગોમાં ઝરમર વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. રાજસ્થાન, ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય જમ્મુ કાશ્મીર, લદ્દાખના કેટલાક ભાગોમાં મધ્યમ હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. આ પછી, એવી આશંકા છે કે 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આકાશ સ્વચ્છ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -