IMD Weather Update:  ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

  દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં તોફાનની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.


પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશના બાકીના ભાગોમાં વીજળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગના અપડેટ મુજબ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા છે.


આ રાજ્યોમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની શક્યતા


આ સિવાય સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કોંકણ-ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદ અને તોફાન થવાની સંભાવના છે. પૂર્વોત્તર ભારત, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પંજાબ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, વિદર્ભ અને છત્તીસગઢમાં વ્યાપક વરસાદની શક્યતા છે. દેશના બાકીના ભાગોમાં છૂટાછવાયા વરસાદ અને વીજળીના ચમકારાની પણ શક્યતા છે.






કેવું રહેશે દિલ્હી-NCRનું હવામાન


હવામાન વિભાગ મુજબ દેશની રાજધાની અને તેની નજીકના નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારનું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.




ઉત્તર પ્રદેશની હવામાન સ્થિતિ


ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અહીં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાનો અંદાજ છે. આ સિવાય ગાઝિયાબાદમાં પણ સમાન તાપમાન અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હજુ 5 દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 251માંથી 152 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ 135.78 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા જ્યારે ઈંચની રીતે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 41 ઈંચ નોંધાયો છે. રાજ્યમાં પાંચ ઈંચથી ઓછો વરસાદ હોય તેવો એકપણ તાલુકો નથી.