Weather Update: દેશભરમાં શિયાળાની મૌમસ જામી ગઇ છે, અને ઉત્તર ભારતની સાથે સાથે સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અત્યારે સૌથી વધુ ઠંડુગાર બની ગયુ છે. દિલ્હીમાં શીતલહેરે પ્રસરી છે અને પારો ગગડીને 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. જેના કારણે ટ્રાફિક અને ધુમ્મસની સ્થિતિ વધુ વિકટ બની ગઇ છે. 


હવામાન વિભાગ અનુસાર, દિલ્હીમાં આજે સવારે વિઝિબિલિટી 150 મીટર સુધી નોંધાઇ હતી, આ ઉપરાંત રાજધાનીનું ન્યૂનત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ અને ગુરુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. હવામાન અનુસાર, આગામી 3 દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ અને ઠંડીનુ વાતાવરણ જામેલુ રહેશે. 


આ ઉપરાંત આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે, સાથે જ 7-9 જાન્યુઆરી દરમિયાન હિમાલયી વિસ્તારોમાં છુટાછવાઇ બરફવર્ષા થવાની સંભાવના છે. આગામી 2-3 દિવસો સુધી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળમાં ગાઢ ધૂમ્મસ પણ રહેવાની સંભાવના છે. 


School Closed: આ મોટા શહેરમાં ઠંડીના કારણે સ્કૂલોમાં 7 જાન્યુઆરી સુધી રજા જાહેર, આદેશ ના માનનારા પર થશે કાર્યવાહી


Rajasthan News: અત્યારે દેશભરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે, ઉત્તર ભારતની સાથે સાથે હવે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. શીતલહેરને ધ્યાનમાં રાખતા જયપુર (Jaipur)ની તમામ સ્કૂલોની રજાઓને લંબાવી દેવામાં આવી છે. આ સંબંધમાં જિલ્લા કલેક્ટરે આદેશ જાહેર કરી દીધો છે. આ આદેશને ના માનનારી સ્કૂલો પર કડક કાર્યવાહીના નિર્દેશ આપી દેવામા આવ્યા છે. કાલ અહીં શિયાળાની રજાઓ પુરી થઇ (Winter Vacation) રહી છે, તો આજે જયપુરના કલેક્ટર પ્રકાશ રાજપુરોહિતે (Prakash Rajpurohit) તમામ સ્કૂલોમાં 7 જાન્યુઆરી સુધી રજાઓ લંબાવી દીધી છે. 


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનુ પ્રમાણ ખુબ વધી ગયુ છે, અને શીતલહેરનો પ્રકોપ વધી રહ્યો છે. આ આદેશ બાદ પરેશાન સ્કૂલના બાળકોના વાલીઓને રાહત મળી છે. હજુ 9 જાન્યુઆરી એટલે કે સોમવારે સ્કૂલ ખુલશે એવી પણ કોઇ જાણકારી નથી. આવું જ ગયા ડિસેમ્બરમાં એટલે કે 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીની સ્કૂલોમાં શિયાળાની રજાઓ આપવામા આવી હતી. હાલમાં જયપુરમાં હવામાનનો મિજાજ સતત બદલાઇ રહ્યો છે, લગભગ હજુ પણ આગળની તારીખો સુધી રજાઓ લંબાવાઇ શકવાની સંભાવના છે.


હવામાનના મિજાજને ધ્યાનમાં રાખતા જિલ્લા કલેક્ટરે રજાઓ લંબાવી દીધી છે, ઠંડીના કારણે સ્કૂલોની રજાઓ વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ સુધી તાપમાન સતત નીચે રહેવાની આગાહી કરી છે. જયપુર જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર, વિદ્યાલયોમાં અન્ય પરીક્ષાઓનો સમય યથાવત રહેશે, આ નિર્દેશોને ના માનવા પર સ્કૂલો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.