નવી દિલ્હીઃ જૂન મહિનામાં મોન્સૂનની શરૂઆત બાદ હવે હવામાન વિભાગ મોન્સુનની વાપસીની આશા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર 28 સપ્ટેમ્બરથી ફરી વરસાદ પડી શકે છે. જ્યારે વિતેલા 24 કલાકમાં મુંબઈની સાથે જ દેશના અનેક ભાગમાં ભારે વરસાદ પડી શકે છે. તેની સાથે જ હવામાન વિભાગે આજે દેશમાં અનેક જગ્યા પર વરસાદની આશા વ્યક્ત કરી છે.


હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દિલ્હીમાં વરસાદની સંભાવના ઓછા છે. તેની સાથે જ બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ઓડિશા, છત્તીગસઢમાં વરસાદ ઓછો પડવાની સંભાવના છે.

હવામાન વિભાગ તરફથી જાણકારી આપવામાં આવી છે કે, આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીની અંદર 21 મિલીમીટર સુધી જ વરસાદ નોંધાયો છે, જે વિતેલા 16 વર્ષમાં આ મહિનામાં થયેલ સૌથી ઓછો વરસાદનો આંકડો છે. તેની સાથે જ ભારતીય હવામાન વિભાગ અનુસાર મુંબઈના ઉપનગરો અને નજીકમાં નવી મુંબઈમાં વિતેલા 24 કલાકમાં 100 એમએમ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.

જણાવીએ કે, યૂપીમાં વરસાદને કારણે થયેલ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે, વીજળી પડવાથી આંબેડકર નગર અને મઉમાં એક એક વ્યકિતનું મોત થયા છે જ્યારે દીવાલ પડવાને કારણે ગાજીપુરમાં બે લોકોના અને સુલ્તાનપુર અને પ્રતાપગઢમાં એક એક વ્યક્તિના મોત થયા છે. ત્યાર બાદ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા વળતર આપવાના આદેશ આપ્યા છે.