Weather Update Today: દેશભરમાં વધી રહેલી ઠંડી બાદ હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે, જ્યારે દક્ષિણમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપ, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ રહેશે. ધીમે ધીમે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રભુત્વ જામી રહ્યું છે. છ શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રીને નીચે પહોંચી ગયો છે, 9.4 ડિગ્રી સાથે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયુ છે. મોટાભાગના સ્થળોએ હજુ આગામી પાંચ દિવસ ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થશે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-NCRમાં વરસાદ બાદ તાપમાનમાં ઝડપથી ઘટાડો થશે. તાજી પશ્ચિમી વિક્ષેપ 11 ડિસેમ્બરથી ઉત્તરપશ્ચિમ ભારતને અસર કરી શકે છે, ત્યારબાદ રાજધાનીમાં ઠંડા પવનની અપેક્ષા છે. દિલ્હીની હવાની ગુણવત્તાની વાત કરીએ તો અહીંનો AQI હજુ પણ નબળી શ્રેણીમાં છે. શૂન્ય અને 50 ની વચ્ચેનો AQI 'સારું' માનવામાં આવે છે, 51 અને 100 ની વચ્ચેનો AQI 'સંતોષકારક' છે, 101 અને 200 'મધ્યમ' છે, 201 અને 300 'નબળી' છે, 301 અને 400 'ખૂબ નબળી' છે અને 401 અને 5 વચ્ચે છે. 'ગંભીર' શ્રેણીમાં ગણવામાં આવે છે.


મેદાની વિસ્તારોમાં ઠંડી વધશે


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ આગામી દિવસોમાં પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા હિમવર્ષા અને વરસાદ થશે. ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.




આજે ક્યાં ક્યાં વરસાદ પડશે?


સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાકમાં તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત, પૂર્વોત્તર ભારત, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ થઈ શકે છે.


ઠંડીમાં ઠુંઠવાવા લાગ્યુ ગુજરાત


આગામી ત્રણ દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાનનોપારો 16થી 18 ડિગ્રી રહેવાની હવામાન વિભાગની આગાહી છે. શનિવારે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 16 ડિગ્રી પર પહોંચ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. 13. 8 ડિગ્રીમાં રાજકોટવાસીઓ ઠુંઠવાયા હતા, તો કેશોદમાં 15.2 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 15.8 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.