હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણાં વિસ્તારોમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. રાજધાની સિવાય ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગિલગિત-બાલિસ્તાન, મુજફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના ઘણાં વિસ્તારો, ઉત્તર પ્રદેશન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમગ્ર વિસ્તારમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે.


મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંચ ગંગીય પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા, દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, રાયલસીમા અને લક્ષદ્વીપ પર સિસ્મટ સક્રિય રહેશે અને ઘણાં ભાગોમાં ભારેથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર કોંકણ ગોવા, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ અને આંદમાન-નિકોબારના ઘણાં ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ ભારત પર આગામી બેથી ત્રણ દિવસમાં બંગાળની ખાડીમાંથી આવનાર હવા અને અરબ સાગરથી આવનાર દક્ષિણ-પશ્ચિમી હવાઓનું મિલન થતું રહેશ. આની વચ્ચે ચોમાસું સક્રિય બન્યું છે. આ બન્નેના કારણે આગામી 24 કલાક દિલ્હી-એનસીઆરમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.