Weather Forecast: રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા હતું. વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ રહ્યું હતું, પરંતુ શરૂઆતના દિવસોમાં રાહત મળ્યા બાદ ફરી એકવાર આકરી ગરમી પડશે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં દેશના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ સિવાય કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.

Continues below advertisement

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમગ્ર સપ્તાહમાં દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાન સ્વચ્છ રહેશે. તેમજ 13 મેના રોજ વરસાદની સંભાવના છે, પરંતુ તેના કારણે તાપમાનમાં કોઈ ઘટાડો થશે નહીં. વિભાગની આગાહી અનુસાર, 10 મે, બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. તેમજ હવામાન સ્વચ્છ રહેશે.

રાજસ્થાનમાં પણ આગામી દિવસોમાં શુષ્ક હવામાન અને તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની પ્રબળ શક્યતા છે. આ સિવાય 10 મેના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી નોંધાય શકે છે.

Continues below advertisement

તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે

યુપીમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ધીમે ધીમે ગરમી વધી શકે છે. આ સાથે 10, 11 અને 12 મેના રોજ રાજ્યમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય હવામાનમાં હાલ કોઈ ખાસ ફેરફાર થશે નહીં. યુપીમાં મહત્તમ તાપમાન 38 અને લઘુત્તમ તાપમાન 24 રહેવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ બુધવારે હવામાન શુષ્ક રહેશે. મધ્યપ્રદેશમાં 10 મે, બુધવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરી છે. મળતી માહિતી મુજબ આ રાજ્યોમાં ચક્રવાત મોચાનો ખતરો છે. બંગાળની ખાડીમાંથી ઊભું મોકા વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે. જેના કારણે આ રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આઈએમડીના ડીજીએ જણાવ્યું કે 10 મેથી તે ધીરે ધીરે વધશે અને તે વધુ તીવ્ર બનશે. તોફાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગે માછીમારો, જહાજો અને નાની બોટોને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ન જવા જણાવ્યું છે. ચક્રવાતી તોફાન 11 મે સુધી ઉત્તર-ઉત્તર પશ્ચિમથી મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધશે, ત્યારબાદ તેની દિશા બદલાશે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધશે.