પશ્ચિમ બંગાળ: પેટાચૂંટણીમાં બે સીટો પર જીત બાદ CM મમતાએ કહ્યું- BJPને લોકોએ નકારી દીધી
abpasmita.in | 28 Nov 2019 04:31 PM (IST)
મમતા બેનર્જીએ કહ્યું, આ પ્રજાની જીત છે. આ વિકાસની જીત છે. અહંકારની રાજનીતિ નહીં ચાલે. જનતાએ ભાજપને નકારી દીધી છે. ભાજપ પોતાના અહંકારનું પરિણામ ભોગવી રહી છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળની કાલિયાગંજ અને ખડગપુર સદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં તૃણમુલ કૉંગ્રેસને જીત મળી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાર્ટીની જીતનો શ્રેય રાજ્યની જનતાએ આપતા ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું ભાજપે પોતાના અહંકાર અને રાજ્યના લોકોને અપમાનિત કરવાનું પરિણામ ભોગવી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું, આ પ્રજાની જીત છે. આ વિકાસની જીત છે. અહંકારની રાજનીતિ નહીં ચાલે. જનતાએ ભાજપને નકારી દીધી છે. ભાજપ પોતાના અહંકારનું પરિણામ ભોગવી રહી છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ત્રણ સીટ પર 25 નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કાલિયાગંજ સીટ પરથી ટીએમસીના તપન સિન્હાએ ભાજપના કમલ ચંદ્ર સરકારને હરાવ્યા હતા. જ્યારે પ્રદીપ સરકારે ખડગપુર સદર સીટ પર જીત મેળવી હતી. ખડગપુર સદર અને કરીમપુર વિધાનસભાના ધારાસભ્ય ક્રમશ: દિલીપ ઘોષ(ભાજપ) મહુઆ મોઈત્રા(ટીએમસી)એ લોકસભા ચૂંટણી લડી જીત મેળવી હતી. જેના બાદ આ બે સીટો ખાલી હતી. જ્યારે કાલિયાગંજની સીટ કૉંગ્રેસના ધારાસભ્યનું નિધન થતા ખાલી પડી હતી.