કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની 108 નગરપાલિકાઓની ચૂંટણીમાં તૃણમુલ કોગ્રેસની મોટી જીત થઇ છે. ટીએમસીએ 108 નગરપાલિકાઓમાંથી 102 નગરપાલિકાઓ જીતીને બંગાળ મ્યુનિસિપલ ચૂંટણી જીતી હતી. વિધાનસભાની ચૂંટણીઓ બાદ ફરીથી TMC સુપ્રીમો અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો જાદુ ચાલ્યો છે. ટીએમસીએ 108માંથી 102 નગરપાલિકા જીતી છે, જ્યારે ડાબેરીઓએ એક નગરપાલિકા તાહેરપુરમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. જ્યારે ચાર નગરપાલિકાઓમાં ત્રિશંકુ નગરપાલિકા છે. બેલડાંગા, એગરા, ચાંપદાની ત્રણ નગરપાલિકામાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એકપણ નગરપાલિકામાં જીત મેળવી શક્યા નથી. આ ચૂંટણીએ ફરી સાબિત કર્યું છે કે બંગાળની રાજનીતિ સંપૂર્ણપણે TMC દ્વારા નિયંત્રિત છે. હમરો પાર્ટીએ દાર્જિલિંગ નગરપાલિકા કબજે કરી લીધી છે.
ચૂંટણીમાં 8,160 ઉમેદવારો લડ્યા હતા. તૃણમૂલના 2,258, ભાજપના 2,021, CPI(M)ના 1,588 અને કોંગ્રેસના 965 ઉમેદવારો મેદાનમાં હતા. આ વખતે 843 અપક્ષ ઉમેદવારો પણ ઘણી નગરપાલિકાઓમાં ચૂંટણી લડ્યા હતા.
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે મમતા બેનર્જીના નેતૃત્વમાં લોકશાહીની હત્યા કરવામાં આવી હતી. લોકોને મત આપવાના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપે ચૂંટણી દરમિયાન ગોટાળાનો આક્ષેપ કર્યો છે. આ ચૂંટણીમાં ભાજપે વિપક્ષી પાર્ટી તરીકેની માન્યતા ગુમાવી દીધી છે. ભાજપની મતની ટકાવારીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.
ચૂંટણી પછી ભાજપે કહ્યું હતું કે આ ચૂંટણીના પરિણામો પર રોક લગાવવી જોઈએ. ભાજપે આરોપ લગાવ્યો હતો કે ટીએમસીએ ચૂંટણીમાં છેડછાડ કરી છે. ભાજપે રાજ્યપાલને ચૂંટણી દરમિયાન થયેલી હિંસા પર ધ્યાન આપવા પણ કહ્યું હતું. ટીએમસીએ 108માંથી 93 બેઠકો કબજે કરી છે. 27 નગરપાલિકાઓ છે જ્યાં TMC સિવાયની પાર્ટીઓ એક પણ વોર્ડ જીતી શકી નથી.
IPl 2022 Suresh Raina: આઈપીએલ હરાજીમાં કોઈએ ન ખરીદેલો આ સ્ટાર ભારતીય ખેલાડી ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે ? ધોનીનો છે ખાસ
i-Khedut : ગુજરાત સરકાર ખેડૂતોને આ ખેતીલક્ષી સાધનો ખરીદવા આપી રહી છે સહાય, આજે જ કરો અરજી