પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે કોરોના સંબંધિત પ્રતિબંધોને એક જૂલાઈ સુધી વધારી દીધા છે. આ દરમિયાન સરકારે લોકોને ઘણી છૂટછાટ આપી છે. હવે રાજ્યમાં બારની સાથે સાથે રેસ્ટોરન્ટને પણ બપોરે 12 વાગ્યાની લઈ રાત્રે 8 વાગ્યા સુધી 50 ટકા લોકોની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. 


આ દરમિયાન જરૂરીયાતની સેવાઓને આ પ્રતિબંધોમાંથી બહાર રાખવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ક્હુયં રાત્રે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.  મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું કે 16 જૂનથી સરકારી કચેરીઓ 25 ટકા સ્ટાફ સાથે કામ કરશે, પ્રાઈવેટ અને કોર્પોરેટ ઓફિસ સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી 25 ટકા સ્ટાફ સાથે ખોલી શકાશે. 


સ્પોર્ટ્સ એક્ટિવિટીને મંજૂરી


મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું એ દુકાનો જે શોપિંગ મોલ અથવા કૉમ્પ્લેક્ષમાં છે, તેમને 50 ટકા વર્ક ફોર્સ સાથે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ સિવાય રાજ્યમાં રમત ગમત સાથે જોડાયેલી એક્ટિવિટી શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 


શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે


દર્શકોએ રમતની મજા લેવા હજુ રાહ જોવી પડશે. સરકારે દર્શકો વગર રમત ગમત એરક્ટિવિટી શરુ કરવાની મંજૂરી આપી છએ. રાજ્ય સરકારે કહ્યું કે આગામી આદેશ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ હાલ બંધ રહેશે. ઈમરજન્સી વાહનોને બાદ કરતા પ્રાઈવેટ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


 


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70,421 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,19,501 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3921 લોકોના મોત થયા છે.



  • કુલ કેસઃ બે કરોડ 95 લાખ 10 હજાર 410

  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 81 લાખ 62 હજાર 947

  • એક્ટિવ કેસઃ 9 લાખ 73 હજાર 158

  • કુલ મૃત્યુઆંકઃ 3,74,305


દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 32માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 48 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 39 કરોડ 96 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 14 લાખ 92 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.