કોલકત્તાઃ આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 72મી જન્મજયંતી પર સમગ્ર દેશ દ્ધારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. રાજીવની જન્મજયંતિ પર પશ્વિમ બંગાળ કોગ્રેસની એક ટ્વિટે વિવાદ ઉભો કર્યો છે.


વાસ્તવમાં પશ્વિમ બંગાળ કોગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યુ હતું કે ‘જ્યારે મોટું વૃક્ષ પડે છે ત્યારે જમીન ધ્રુજે છે’. જોકે, આ ટ્વિટ બાદ વિવાદ થતાં કોગ્રેસે ટ્વિટને ડિલિટ કરી દીધું છે. આ સ્ટેટમેન્ટને રાજીવ ગાંધીનું સૌથી વિવાદાસ્પદ નિવેદન માનવામાં આવે છે. રાજીવ ગાંધીએ આ નિવેદન તેમની માતા ઇન્દિરા ગાંધીની હત્યા બાદ આપ્યુ હતું. વાસ્તવમાં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સમગ્ર દેશમાં ફાટી નીકળેલા શીખ રમખાણો બાદ ભારતીયોને શાંત રહેવાની અપીલ કરતા સમયે આ નિવેદન આપ્યું હતું. રાજીવ ગાંધીના નિવેદન બાદ સમગ્ર દેશમાં ખૂબ વિવાદ ઉભો થયો હતો.