અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ છોડ્યા બાદ આપેલા પોતાના પહેલા ભાષણમાં જ ભારતની ટીકા કરી છે. ટ્રમ્પે ભારતના પર્યાવરણ રેકોર્ડની વાત કરતા ભારત પર નિશાન સાધ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ ક્લાઈમેટ ચેન્જ સમજૂતિમાં અમેરિકાને ફરી સામેલ કરવાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના નિર્ણયની પણ તેમણે ટીકા કરી હતી.
પર્યાવરણના મુદ્દે ભારત પર નિશાન સાંધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત, રશિયા, ચીન પર્યાવરણ મુદ્દે ગંભીર નથી. એક જાહેર કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જ્યારે અમેરિકા નિયમોનુ પાલન કરી રહ્યુ હતુ ત્યારે ચીન, રશિયા અને ભારત દુનિયામાં ધૂમાડો ફેલાવી રહ્યા હતા. ચીને પણ પર્યાવરણ સમજૂતી કરારને ગંભીરતાથી નથી લીધો. જ્યારે રશિયા રશિયા પોતાના જુના ધારા ધોરણો પ્રમાણે ચાલી રહ્યુ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશનના નિયમો મુદ્દે પણ જો બાઇડનની નિતીને વખોડી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો બાઇડેનની ઇમિગ્રેશન મુદે નિતી દેશ હિત માટે ખતરારૂપ છે. ટ્રમ્પે બાઈડેન પર આરોપ લગાવતા કહ્યુ હતું કે, ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રેશનના તમામ રસ્તા ખોલીનાંખ્યા છે. જે યોગ્ય નથી. ઈમિગ્રેશન માત્રને માત્ર યોગ્યતાના આધારે મળવું જોઈએ. તેમણે પોતાની ઇમિગ્રેશનની નીતિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, મારી સરકારની નીતિ હતી કે, અમેરિકામાં બીજા દેશથી આવતા લોકોને યોગ્યતા જોઇને પ્રવેશ આપવામાં આવે. જેથી આવા પ્રતિભાશાળી લોકો દેશના વિકાસ માટે ઉપયોગી બને નહી કે દેશ માટે સમસ્યારૂપ બની શકે. .