Election Results 2021: બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરી વિધાનસભા ચૂંટણીને લઈ સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરુ છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી જીતની હેટ્રિક લગાવતી જોવા મળે છે. ટીએસમી 2016ની જેમ પરીણામ લાવે તેમ લાગી રહ્યું છે.
સાંજના સાત વાગ્યા સુધીના વલણ મુજબ,ટીએમસી 216 બેઠક પર આગળ છે. જ્યારે ભાજપ 75 બેઠકો પર આગળ છે. લેફ્ટ કૉંગ્રેસ અને આઈએસએફના ગઠબંધન માત્ર 1 બેઠકો પર આગળ છે.
પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ બેઠક નંદીગ્રામથી મમતા બેનર્જીની શુભેંદુ અધિકારી સામે હાર થઈ છે. પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી લઈને 29 એપ્રિલ સુધી આઠ તબક્કામાં 292 બેઠકો પર મતદાન થયું હતું. તમિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં એક જ તબક્કામાં 6 એપ્રિલે મતદાન થયું હતું.
2016 વિધાનસભા ચૂંટણીમાં (TMC) એ 211 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપને માત્ર 3 બેઠકો મળી હતી. કૉંગ્રેસને 44 અને લેફ્ટને 26 બેઠકો પર જીત મળી હતી.
5 રાજ્યોના 7 વાગ્યા સુધીના વલણ
પશ્ચિમ બંગાળ
કુલ -292 બેઠકો (બહુમત માટે 147 બેઠકની જરૂર)
ટીએમસી- 215 બેઠક પર આગળ
ભાજપ- 75 બેઠકો પર આગળ
કૉંગ્રેસ+લેફ્ટ+આઈએસએફ- 2 બેઠકો પર આગળ
અન્ય - 2 બેઠક પર આગળ
આસામ ચૂંટણી પરિણામ 2021 (Assam Election Results 2021)
કુલ બેઠક- 126 બેઠકો (બહુમત માટે 64 બેઠકની જરૂર)
ભાજપ ગઠબંધન- 74 બેઠક પર આગળ
કૉંગ્રેસ ગઠબંધન- 51 બેઠકો પર આગળ
અન્ય- 2 બેઠક પર આગળ
તમિલનાડુ ચૂંટણી પરિણામ 2021 (Tamil Nadu Election Results 2021)
કુલ સીટ - 234 સીટ (બહુમત માટે 118 સીટ)
ડીએમકે+કૉંગ્રેસ અને અન્ય 153 બેઠકો પર આગળ
એઆઈડીએમકે-ભાજપ - 80 બેઠકો પર આગળ
અન્ય- 1 બેઠક પર આગળ
કેરલ ચૂંટણી પરિણામ 2021 (Kerala Election Results 2021)
કુલ સીટ - 140 (બહુમત માટે 71 સીટ)
લેફ્ટ ગઠબંધન (LDF)- 99 બેઠકો પર આગળ
કૉંગ્રેસ ગઠબંધન (UDF)- 41 બેઠકો પર આગળ
ભાજપ- 0
પુડ્ડુચેરી ચૂંટણી પરિણામ 2021 (Puducherry Election Results 2021)
કુલ બેઠક- 30 સીટ (બહુમત માટે 16 સીટ)
કૉંગ્રેસ ગઠબંધન- 5 સીટ પર આગળ
ભાજપ ગઠબંધન - 12 સીટો પર આગળ