આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટના કારણે ફેક્ટરીને નુકસાન પહોંચ્યું છે. હાલ તો ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી છે અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.
ગત વર્ષે ઓક્ટોબરમાં આ પ્રકારની ઘટના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બની હતી. જેમાં ફટાકડાની ફેકટરીમાં કામ કરતા બે લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા થઈ હતી.