નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યમાં તમામ શરણાર્થીઓની વસાહતને  રેગ્યુલરાઇઝ કરવામાં આવશે. જેનો અર્થ એ થયો કે શરણાર્થી તરીકે રહેતા લોકોને જમીનનો માલિકનો હક મળશે. મમતા બેનર્જીએ કહ્યું કે, 1971થી આ મુદ્દો અટકી પડ્યો છે અને ના તો તેમની પાસે જમીન છે ના તેમના પાસે ઘર. મારુ માનવું છે કે આ શરણાર્થીઓનો હક છે. જેના પર ભાજપે કહ્યું કે,  મમતા બેનર્જી બિનકાયદેસર રહેલા શરણાર્થીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે પ્રાઇવેટ પાર્ટી અને કેન્દ્ર સરકારની જમીન પર બનેલી શરણાર્થીઓની વસાહતને રેગ્યુલાઇઝ કરવાના પ્રયાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વિસ્થાપિત થયેલા લોકોને રાજ્ય સરકાર તરફથી જમીનના માલિકી હકો આપવામાં આવશે.


મમતા બેનર્જીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નેશનલ રજિસ્ટર ઓફ સિટિજનને આખા દેશમાં લાગુ કરવામાં આવશે. બેનર્જીનું આ નિવેદનને લઇને ભાજપે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે કહ્યું કે, મમતા બેનર્જીની સરકાર વોટબેન્ક માટે ગેરકાયદેસર રહેતા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

 રાજ્ય સરકારની કેબિનેટની બેઠક બાદ બેનર્જીએ કહ્યું કે, રાજ્ય સરકારની જમીન પર વસેલી 94 શરણાર્થીઓની વસાહતને રેગ્યુલરાઇઝ કરવામાં આવી ચૂકી છે. અનેક વસાહત કેન્દ્ર સરકાર અને પ્રાઇવેચ પાર્ટીની જમીન પર વસેલી છે.