મુર્મૂએ કહ્યુ કે, જ્યારે મોબાઇલનું પેકેટ ઘરે આવ્યું તો તે સમયે હું ઘરે નહોતો અને મારી પત્નીએ આ પેકેટ રિસીવ કર્યું. પત્નીએ પેકેટ લઈને ડિલીવરી બૉયને 11,999 રૂપિયા આપ્યા. જ્યારે મેં પેકેટ ખોલ્યું અને બોક્સમાં પથ્થર જોયા તો હેરાન રહી ગયો.
મુર્મૂએ વધુમાં જણાવ્યું કે, મને એ વાતનું આશ્ચર્ય થયું કે ઑનલાઇન સેમસંગ M-30 મોબાઇલ મંગાવ્યો હતો, પરંતુ Redmi 5Aનું પેકેટ મળ્યું. જેમાં સ્લીક એન્ડ સ્મૂથ ટચ ફીચર્સના બદલે બે માર્બલ પથ્થર મૂકવામાં આવ્યા હતા.
ભાજપ સાંસદે કહ્યું કે, તેમને ઓનલાઈન શોપિંગનો આવો કડવો અનુભવ પ્રથમ વખત થયો છે. મુર્મૂએ વધુમાં કહ્યુ કે, હું આ મુદ્દાને લોકસભામાં પણ ઉઠાવીશ. આ પ્રકારની હરકતો પર નિયંત્રણ આવવું જોઈએ. બીજેપી સાંસદે આ અંગેની ફરિયાદ માલદા પોલીસને કરી છે. હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.