West Bengal Municipal Election: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે તૃણમૂલ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા બદલ લોકોનો આભાર માન્યો હતો. બેનર્જીએ એમ પણ કહ્યું કે રાજ્યનું વહીવટીતંત્ર સામાન્ય લોકોના હિતમાં કામ કરવાનું ચાલુ રાખશે. મમતા બેનર્જીની ટીએમસી ચારેય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે. જ્યારે ભાજપ તમામ નગર નિગમોમાં પાછળ છે. બંગાળમાં નગરપાલિકાની ચૂંટણી 12 ફેબ્રુઆરીએ યોજાઈ હતી.
જીત બદલ આભાર વ્યક્ત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, ફરી એકવાર મા, માટી, માનુષની આ જબરદસ્ત જીત છે. આસનસોલ, બિધાનનગર, સિલીગુડી અને ચંદનગોરના લોકોને નગરપાલિકાની ચૂંટણીમાં ટીએમસીના ઉમેદવારોમાં વિશ્વાસ અને વિશ્વાસ મૂકવા બદલ મારા હૃદયપૂર્વક અભિનંદન. અમે અમારા વિકાસ કાર્યોને વધુ જોશ અને ઉત્સાહ સાથે આગળ ધપાવવા પ્રતિબદ્ધ છીએ.
પશ્ચિમ બંગાળના બિધાનનગર, આસનસોલ, ચંદ્રનગર અને સિલીગુડી મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આજે મતગણતરી ચાલી રહી છે.
કર્ણાટકમાં હિઝાબ વિવાદમાં અલ્લાહુ અકબરના નારા લગાવનારી મુસ્કાનને સલમાન ખાને આપ્યા 3 કરોડ રૂપિયા ?
કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે આજથી ફરીથી સ્કૂલ-કોલેજો શરૂ થઈ છે. થોડા સમય પહેલા હિજાબ વિવાદને લઈ એક વિદ્યાર્થીની કોલેજમાં અલ્લાહુ અકબરના નારા લગાવતી જોવા મળી હતી. ઔવેસીએ પણ આ યુવતીની ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના ભાષણમાં પ્રશંસા કરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં સલમાન ખાને તેને 3 કરોડ રૂપિયા આપવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાત બીજી પોસ્ટમાં આમિર ખાન અને તુર્કી સરકારે મુસ્કાન ખાનને ડ રૂપિયા આપશે તેમ લખવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, કોલેજ કેમ્પસમાં અલ્લાહુ અકબરના નારા લગાવવા બદલ સલમાન ખાન, આમિર ખાન અને તુર્કી સરકાર મુસ્કાન ખાનને 5 કરોડ રૂપિયા આપશે, સલમાન અને આમિર મળીને 3 કરોડ આપશે. જ્યારે તુર્કી સરકાર બે કરોડ આપશે. જોકે આ દાવો ખોટો છે. તેમ છતાં સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ વાયરલ થઈ છે.
સલમાન ખાન કે આમિર ખાને પણ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તુર્કી સરકારે પણ આ સત્તાવર નિવેદન બહાર પાડ્યું નથી.