Karnataka Hijab Row: કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે આજથી ફરીથી સ્કૂલ-કોલેજો શરૂ થઈ છે. થોડા સમય પહેલા હિજાબ વિવાદને લઈ એક વિદ્યાર્થીની કોલેજમાં અલ્લાહુ અકબરના નારા લગાવતી જોવા મળી હતી. ઔવેસીએ પણ આ યુવતીની ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના ભાષણમાં પ્રશંસા કરી હતી.
આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં સલમાન ખાને તેને 3 કરોડ રૂપિયા આપવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાત બીજી પોસ્ટમાં આમિર ખાન અને તુર્કી સરકારે મુસ્કાન ખાનને ડ રૂપિયા આપશે તેમ લખવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, કોલેજ કેમ્પસમાં અલ્લાહુ અકબરના નારા લગાવવા બદલ સલમાન ખાન, આમિર ખાન અને તુર્કી સરકાર મુસ્કાન ખાનને 5 કરોડ રૂપિયા આપશે, સલમાન અને આમિર મળીને 3 કરોડ આપશે. જ્યારે તુર્કી સરકાર બે કરોડ આપશે. જોકે આ દાવો ખોટો છે. તેમ છતાં સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ વાયરલ થઈ છે.
સલમાન ખાન કે આમિર ખાને પણ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તુર્કી સરકારે પણ આ સત્તાવર નિવેદન બહાર પાડ્યું નથી.
આ પણ વાંચોઃ
IPL Auction 2022: આઈપીએલ હરાજીમાં ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, 108 ખેલાડી બન્યા કરોડપતિ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Cheapest SUV: 7 લાખ રૂપિયામાં આવે છે આ SUV કાર્સ, જુઓ લિસ્ટ
રૂપાણી સરકારે પ્રગતિશીલ ખેડૂતો માટે શરૂ કરેલી કઈ યોજનાનું પટેલ સરકારે ફિંડલુ વાળી દીધું ?