Ahmedad Corona Update: દિવાળીમાં કોરોના ગાઇડલાઇન નેવે મૂકી ખરીદી કરવા ઉમટી પડેલા અમદાવાદવાસીઓને હવે તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. દિવાળીના તહેવારોમાં અપાયેલી છૂટછાટને પગલે કોરોના ફરી દસ્તક આપી છે. અન્ય રાજ્યમાં  રજાઓ માણીને પરત ફરેલા ગુજરાતીઓ કોરોના વાહક બની શકે તેવી દહેશત ઉભી થઇ છે.


જાહેરનામા ભંગના નોંધ્યા ગુના


દિવાળી બાદ અમદાવાદમાં વધેલા કોરોના સંક્રમણને લઈ પોલીસ એલર્ટ મોડમાં આવી છે. શહેર પોલીસે લાંબા સમય બાદ મોટી સંખ્યામાં જાહેરનામા ભંગના ગુના નોંધ્યા છે. આ ઉપરાંત નાઇટ કરફ્યુનો ભંગ કરીને બહાર નીકળતા લોકો સામે પણ લાલ આંખ કરી છે. એક દિવસમાં પોલીસ દ્વારા કરફ્યુ ભંગના ૧૨૦ થી વધુ ગુના નોંધવામાં આવ્યા છે.


પોલીસ સ્ટેશન દીઠ કેટલા મેમાંનો ટાર્ગેટ ?


પોલીસ સ્ટેશન દીઠ જાહેરનામા ભંગના ગુના નોંધવા માટે ટાર્ગેટ આપ્યા હોવાની માહિતી આવી સામે છે. જે મુજબ પોલીસ સ્ટેશન દીઠ ઓછામાં ઓછાં ૧૦ મેમાં બનાવવાંનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.


અમદાવાદ સહિત મોટા શહેરોમાં ફરી વધશે રાત્રી કરફ્યુનો સમયગાળો ?


ગુજરાતમાં કોરોના સંક્રમણને લઈ  રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. કોરોનાની સંભવીત ત્રીજી લહેરને જોતા રાજ્ય સરકારે ફરી એકવાર અમદાવાદ શહેર મોટા શહેરોમાં રાત્રી કરફ્યુનો સમયગાળો વધારવા વિચારણા શરૂ કરી છે.  પાટનગર ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજકુમાર એ બેઠક યોજી રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવા તાકીદ કરી છે. એટલું જ નહીં આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ પરિપત્ર જારી કરી કોરોના વકરે નહીં તે માટે જરૂરી સૂચનાઓ આપી છે.


આ પણ વાંચોઃ India Covid-19 Update: કોરોનાને લઈ આવ્યા રાહતના સમાચાર, દેશમાં એક્ટિવ કેસ 522 દિવસના નીચલી સપાટીએ પહોંચ્યા 


રાજ્ય આરોગ્ય સચિવના આદેશને પગલે હવે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ડોમ ઉભા કરી ફરી ટેસ્ટિંગ કરવામાં આવશે. એટલું જ નહીં રોજ 50 હજાર આરટી પીસીઆર ટેસ્ટ કરવા આદેશ અપાયો છે ખાસ કરીને જાહેર સ્થળોએ તત્કાલ સ્ક્રિનિંગ કરવા સુચના આપવામાં આવી છે.  મંદિર, બગીચા, મેળા સહિત એરપોર્ટ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવા સ્થળોએ  પણ સઘન ચેકિંગ કરવામાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો તેમજ શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોનું સ્થળ પર જ કોરોના ટેસ્ટિંગ કરવા આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળોએ મોબાઈલ ટેસ્ટિંગમાં પણ મુકવા નક્કી કરવામાં આવ્યું છે.