કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં રામનવમી પર ફરી એક વાર રાજકારણ ગરમાયું છે. રામનવમીના અવસર પર કોલકતા પોલીસે વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ના કાર્યકર્તાઓને બાઈક રેલી કાઢવાની મંજૂરી આપવા પર ઇન્કાર કરી દીધો છે. જેને લઈને કાર્યકર્તાઓમા ભારે રોષ છે. રેલી શરૂ થાય તે પહેલા જ મંજૂરી આપવાનો ઇનકારી કરી દીધો છે.

વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓને કહેવામાં આવ્યુ હતું કે રેલી દરમિયાન રામની માત્ર એક જ તસવીરનો ઉપયોગ કરવામાં આવે. પોલીસે રેલી રોક્યા બાદ વિહિપના સદસ્યોએ રામની તસવીર સાથે ભગવા ઝંડા સ્થાનીય રેલી નિકાળવાની કોશિશ કરી હતી. રામ નવમી પર વિહિપ પશ્ચિમ બંગાળમાં મોટા સ્તરે આયોજન કરવાનું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે કાર્યકર્તાઓ રાજ્યમાં 700 રેલીઓ કાઢવાની તૈયારીમાં હતા.

અમિત શાહ સાથે મીટિંગ કર્યા બાદ સી.કે.પટેલે પાટીદારોને લઈને શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત


અલી-બજરંગીવાળા વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીનો ECને જવાબ , જાણો શું કહ્યું?


ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આલનસોલમાં રામનવમીના દિવસે ભડકેલી સાંપ્રદાયિક હિંસા ખૂબજ ચર્ચામાં રહી હતી. તે સમયે રામનવમીના જુલૂસ પર પત્થરમારો થયો હતો જેમાં કેટલાક લોકો ઘાયલ થઈ ગયા હતા અને વાહનો અને દુકાનોમાં આગ ચાંપી દીધી હતી.

'દેશના ચોકીદારે રેડ પડાવી અને બધા બેઇમાન લોકો પાસેથી પૈસા નીકળ્યા છે', જુઓ વીડિયો