BJP Office Demolished: મુખ્યમંત્રી મમતા બેનર્જીની સૂચના બાદ પોલીસે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં અતિક્રમણ વિરુદ્ધ અભિયાન તેજ કરી દીધું છે. આ અંતર્ગત કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઓફિસ તોડી પાડવામાં આવી હતી. કોલકાતાના ગોરાગાચા, તરતાલામાં જ્યાં ભાજપ કાર્યાલય તોડી પાડવામાં આવ્યું હતું તે સ્થળે પોલીસ પહોંચી ત્યારે તેઓ ભાજપના કાર્યકરો સાથે પહેલા બોલાચાલી થઇ અને બાદમાં ઘર્ષણમાં ઉતરી હતી. 


ફૂટપાથ પર લાગી દુકાનો પણ હટાવવામાં આવી  
પશ્ચિમ બંગાળ પોલીસે છેલ્લા બે દિવસમાં ફૂટપાથ પર સ્થાપિત હજારો દુકાનોને હટાવી દીધી છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે (27 જૂન 2024) ફૂટપાથ પર અતિક્રમણ કરનારા લોકો સામે વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝૂંબેશને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી છે.


બંગાળમાં દબાણ વિરૂદ્ધ કાર્યવાહી તેજ 
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, મંગળવારે (25 જૂન 2024) એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોલકાતા અને સોલ્ટ લેકમાં ખાદ્યપદાર્થો, કપડાં અને વિવિધ ઉત્પાદનો વેચવા માટે દુકાનો સ્થાપી રહેલા હોકરોને તેમને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કોલકાતા પોલીસે મંગળવારે સવારથી JCB મશીનની મદદથી ભવાનીપુર વિસ્તારમાં સરકારી SSKM હોસ્પિટલની સામે ફૂટપાથ, હાટીબાગન અને ગરિયાહાટ વિસ્તારોમાંથી શહેરના વિવિધ ભાગોમાંથી અતિક્રમણ કરનારાઓને દૂર કરવાનું શરૂ કર્યું.


જેસીબીથી હટાવવામાં આવ્યુ દબાણ 
કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “અમે શહેરના ફૂટપાથ પર કોઈપણ પ્રકારના દબાણને મંજૂરી આપીશું નહીં. સૌ પ્રથમ, અમે તેમને (સ્ટ્રીટ વેન્ડર્સ) તેમના વ્યવસાય ચલાવવા માટે તેમણે બનાવેલા અસ્થાયી માળખાને દૂર કરવા માટે કહી રહ્યા છીએ. જો તેઓ સહકાર ન આપતા હોય તો અમે દબાણ દૂર કરવા JCB મશીનનો ઉપયોગ કરી રહ્યા છીએ."