IND vs WI: ભારત પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમની જાહેરાત, રસેલ અને બ્રાવોને ન મળ્યું સ્થાન
abpasmita.in
Updated at:
29 Nov 2019 11:29 PM (IST)
ભારત પ્રવાસ પર વેસ્ટ ઇન્ડિઝની ટીમને ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમશે.
NEXT
PREV
નવી દિલ્હીઃભારત પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે આજે વન-ડે અને ટી-20 ટીમની જાહેરાત કરી છે જે ચોંકાવનારી છે. ટીમમાં આંદ્રે રસેલ અને ડ્વેન બ્રાવો જેવા મોટા નામ સામેલ નથી. જોકે, કેપ્ટન તરીકે પોલાર્ડને જાળવી રાખ્યો છે. ભારત પ્રવાસ પર વેસ્ટ ઇન્ડિઝની ટીમને ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમશે.
24 વર્ષીય યુવા વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરનને ટી-20 ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે શાઇ હોપ વન-ડેમાં વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. અબુ ધાબીમાં ચાલી રહેલી ટી-10 લીગમાં છ મેચ રમનાર દિગ્ગજ ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ફિટ હોવા છતાં ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો. બીજી તરફ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરનાર બ્રાવોને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. નોંધનીય છે કે અફઘાનિસ્તાન વિરુદ્ધ વન-ડે સીરિઝમાં વેસ્ટ ઇન્ડિઝે જીત હાંસલ કરી હતી પરંતુ ટી-20 સીરીઝમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -