પ્રાપ્ત અહેવાલ મુજબ એમઆરઆઇ સ્કેનમાં સામે આવ્યું છે કે આ સીવાય અભિનંદનને કોઇપણ જાતનું નુકસાન થયું નથી, બસ કરોડરજ્જુના નીચલા ભાગમાં નાની ઇજા થઇ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઇજા તેમને MIG-21માંથી જંપ મારીને પેરાશૂટ દ્વારા જમની પર ઉતરતી વખતે થઇ હોઇ શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પેરાશૂટ દ્વારા પાકિસ્તાનની જમીન પર ઉતર્યા બાદ ત્યાંના સ્થાનિકો દ્વારા મારવામાં આવેલા મારને કારણે પણ તેમની પાસળીમાં ઇજાઓ થઇ છે. હાલ હોસ્પિટલમાં પણ તેમના અન્ય ચેકઅપ ચાલી રહ્યા છે.
27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની વિમાન દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. જેને વળતો જવાબ આપવા માટે MIG-21 માં સવાર થઇને અભિનંદનને પાકિસ્તાની F-16ની પાછળ જઇને તેનો તોડી પાડ્યું હતું. જોકે તેમનું વિમાન પણ પાકિસ્તાની વિમાનના નિશાના પર આવી ગયું હતું અને એટલા માટે જ તેમણે પેરાશૂટ વડે છલાંગ લગાવી હતી અને પાકિસ્તાનની જમીન પર જઇને લેન્ડ કર્યું હતું અને ત્યાં તેમને પાકિસ્તાની સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.