ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે નિવેદન આપ્યું હતું કે, જ્યારે શિવસેના પાર્ટી એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર બનાવવાના પ્રયાસ કરી રહી છે. જ્યારે એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે, અમે પૂરા 5 વર્ષ સુધી સંયુક્ત સરકાર ચલાવીશું.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે એવો દાવો કર્યો હતો કે, ભાજપને કેટલાંક અપક્ષ ધારાસભ્યોનું પણ સમર્થન પ્રાપ્ત છે અને અમારા કુલ આંકડા 119 છે. મીડિયા સાથે વાતચીત કરતાં પાટીલે કહ્યું હતું કે, ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી છે અને અમારી પાસે અત્યારે કુલ 119 ધારાસભ્યોનું સમર્થન છે. આ આંકડા સાથે ભાજપ સરકાર બનાવશે.
288 વિધાનસભા બેઠકોવાળા રાજ્ય મહારાષ્ટ્રમાં 24 તારીખે પરિણામ જાહેર થયું હતું. કોઈ પણ દળ અથવા ગઠબંધને સરકાર નહીં બનાવતા બુધવારે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હતું. ભાજપ અને શિવસેનાએ એકસાથે ચૂંટણી લડી હતી અને 161 સીટો જીતી હતી.