જો કે કોરોનાના વધતા કેસોના કારણે કેટલાંક રાજ્યોમાં હજુ લોકડાઉન છે અને આકરા નિયંત્રણો લદાયેલાં છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વનો આદેશ આપીને લોકો અને માલસામાનના આંતર-રાજ્ય પરિવહન પર પ્રતિબંધો નહીં મૂકવા માટે બધા જ રાજ્યોને જણાવ્યું છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા જ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને લોકો તથા માલ-સામાનના પરિવહન પર વિવિધ જિલ્લાઓ અને રાજ્યો દ્વારા સૃથાનિક સ્તરે મૂકાયેલા નિયંત્રણો દૂર કરવા નિર્દેશો આપ્યા છે.
ભલ્લાએ જણાવ્યું હતું કે, સ્થાથાનિક તંત્ર દ્વારા માલ-સામાનના પરિવહન પર મુકાતા નિયંત્રણોથી માલ-સામાન અને સેવાની પુરવઠા ચેઈન ખોરવાઈ રહી છે અને તેનાથી આર્થિક પ્રવૃત્તિઓ તેમજ રોજગારીને મોટો ફટકો પડી રહ્યો છે. આ સંજોગોમાં આંતરરાજ્ય પરિવહન પર પ્રતિબંધ મૂકવો નહીં. આ ઉપરાંત અનલૉક 3ની માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, પડોશી દેશો સાથે સંધિ હેઠળ સરહદ પારના વેપાર માટે માલ-સામાનના પરિવહન માટે અલગથી કોઈ મંજૂરી કે ઈ-પરમીટની જરૂર નથી.