મેકગિલ યૂનિવર્સિટી કેનાડના સંશોધકોને પાયોરિયા, દાતના રોગોની સામાન્ય અને કોરોનાના ગંભીર પરિણામની વચ્ચે મજબૂત સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે, પાયોરિયાથી પીડિત લોકોને કોરોનાથી મોતનું જોખમ અન્યની તુલનામાં 8.8 ગણુ વધારે છે. તેની સાથે જ એવા લોકોને કોરોનાના કેસમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરત 3.5 ગણી અને વેન્ટિલેટરની જરૂરત 4.5 ગણી વધી જાય છે.


પાયોરિયા અને કોવિડ-19 વચ્ચે શું મજબૂત સંબંધ છે ?


દાંત અને દાઢની વચ્ચે બેક્ટેરિયા જમા થવાને કારણે ગંભીર સોજાની ક્લીનિકલ વ્યાખ્યા પાયોરિયા છે. સારવાર વગર તે દાંતને ભારને નુકસાન કરી શકે છે. લોકો પાયોરિયાને બ્રશ કરી અને દાંતોને નિયમિત ચેકઅપ સહિત મોઢાને સારી રીતે સાફ કરીને પાયોરિયાને રોકવામાં સક્ષણ થઈ શકે છે. સંશોધકોનું કહેવું છે કે, “પાયોરિયાને મોઢા સહિત અન્ય બીમારીઓ માટે જોખમકારક સાબિત ગણવામાં આવે છે.” વૈજ્ઞાનિકોએ શ્વાસની બીમારી, ડાયાબિટીઝ, હૃદયની બીમારી અને સ્થિતિની વચ્ચે સંબંધની જાણકારી પણ મળી છે. ઉપરાંત દાઢની બીમારી અને પ્રેગ્નેન્સીની ક્રિયા જેમ કે પ્રી-એક્લેમપ્સિયાની વચ્ચે વધારે જોખમનો પણ સંબંધ છે.


પીડિતોને કોરોનાથી મોતનું જોખમ 8.8 ગણુ વધારે


સંશોધન અનુસાર, પાયોરિયા દાઢના સોજાને કારણે થાય છે, અને સારવાર ન કરાવવામાં આવે તો સોજા શરીરમાં ફેલાઈ શકે છે. સંશોધકોનું કહેવું છે કે, પાયોરિયા કેનેડેમાં દાંતની સૌથી સામાન્ય બીમારી છે. તેના 10માંથી 7 લોકો પોતાના જીવનમાં ક્યારેને ક્યારેક તો ભોગ બન્યા છે અને આ એક અદ્રશ્ય મહામારી છે. તેમણે બીમારીને પ્રત્યે જાગરૂકતા અને પેરિયોડોંટલ ડિસીઝને રાખવા ખાસ કરીને આ વૈશ્વિક મહામારી દરમિયાન વધારવાની જરૂરત દર્શાવી છે. સંશોધકોએ કરતના હમ્માદ મેડિકલ કોર્પોરેશનના 568 દર્દીના દાંત અને સ્વાસ્થ્યના ઇલેક્ટ્રોનિક રેકોર્ડનું વિશ્લેષણ કર્યું. તેમણે જુદા જુદા મુદ્દાઓ જેમ કે વસ્તી વિષયક, મેડિકલ અથવા વ્યવહાર ફેક્ટર વિચાર કર્યા બાદ જાણવા મળ્યું કે, પાયોરિયાથી પીડિત લોકના લોહીમાં સોજોનું લેવલ સ્પષ્ટ રીતે વધારે હતું.


તેમણે કહ્યું કે, કોરોનાના ગંભીર કેસની સાથે દર્દીમાં સોજાની પ્રતિક્રિયા અને ત્યાં સુધી મોતનું કારણ પણ બની શકે છે. વરિષ્ઠ લેખક ડોક્ટર ફલેહ તમીમીએ કહ્યું કે, “અમને પહેલા જ શંકા હતી કે પાયોરિયાથી પીડિત લોકોમાં કોરોનાની ગંભીરતા વધારે હોય છે કારણ કે તેમના શરારમાં સોજાનું લેવલ પહેલાથી વધારે હોય છે.” જોકે, સંશોધકોએ ચેતવણી આપી કે તેમના સંશોધનની કેટલીક મર્યાદા છે. છેલ્લે, રિસર્ચ અનૌપચરાકિ સંબંધ પાયોરિયા અને કોરોનાના ગંભીર પરિણામ વચ્ચે સ્થાપિત નથી થતું. ઉપરાંત લોકોનો ડેટા વધારે ન હેવાને કારણે આગળ વધારે સંશોધનની જરૂરત છે.