કેરલ: લુંગી પહેરેલી છોકરીઓનો એક ગ્રુપ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં લગભગ 8થી 10 છોકરીઓ લુંગી પહેરેલી દેખાઈ રહી છે. આ ફોટાને શેયર કરનાર લખી રહ્યો છે કે આ છોકરીઓએ કેરળમાં સ્કુલોમાં જિંસ પહેરવા પર પ્રતિબંધના કારણે લુંગીને જિંસના રૂપમાં પહેરી છે.

પરંતુ આ ફોટોની સચ્ચાઈ શું છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. બતાવવામાં આવી રહ્યું છે કે આ ફોટો કેરળની કૉલેજનો નથી, પરંતુ અગાઉ 2015માં પણ આ ફોટો વાયરલ થયો હતો. જેમાં આ છોકરીઓને સાઉથ ઈંડિયન અભિનેતા મહેશ બાબુના ફ્રેન બતાવવામાં આવી રહ્યા છે.



વર્ષ 2015માં તેલુગુ વેબસાઈટ પર પબ્લિશ થયેલા અહેવાલ પ્રમાણે, યૂએસએમાં અમુક છોકરીઓએ મહેશ બાબુની ફિલ્મ ‘શ્રીમાનઠ્ડૂ’ના ક્રેઝમાં લૂંગી પહેરેલી હતી. ફોટાને હવે 1000થી વધુ લોકો દ્ધારા શેયર કરવામાં આવી ચૂક્યો છે. સેલિબ્રિટી હેયર સ્ટાઈલિસ્ટ સપના ભવનાની સહિત ઘણી સેલેબ્સે તેને ફેમિનિજ્મ બતાવીને શેયર કર્યો હતો, જેના પછી આ ફોટો ટ્રેંડમાં આવી ગયો હતો.

ટીવી એંકર અર્ચના વિજયને ટ્વિટ કરીને આ ફોટોની નીચે લખ્યું છે કે, ‘કેરલાની કૉલેજોમાં હાલ જીંસ પહેરવા બદલ બેન લગાવવામાં આવ્યો છે, જેના પછી આ છોકરીઓએ લુંગી પહેરી છે.’