Corona Virus:ડોક્ટરની સલાહ છે કે, કોરોના લક્ષણો દેખાય તો સૌથી પહેલા કવોરોન્ટાઇન થઇ જાવ, દવા લેવાનું શરૂ કરી દો. ત્રણ દિવસ બાદ પણ લક્ષણો અનુભવાય તો કોવિડનો ટેસ્ટ કરાવો.


કોરોનાની બીજી લહેરમાં સતત વધી રહેલા કેસના કારણે લોકો હાલ ગભરાઇ ગયા છે. સામાન્ય શરદી ઉધરસ થતાં પણ કોવિડ હોવાની શંકા થવા લાગે છે. ડોક્ટરની સલાહ મુજબ કોવિડના શરૂઆતના સમયમાં જ જો યોગ્ય પગલા લેવામાં આવે તો સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય છે અને તે વધુ જોખમકારક નથી બનતું.


એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલરિયાએ જણાવ્યું કે, “કોરોનાની આજની સ્થિતિમાં ગંભીર પરિણામથી બચવું હોય તો આપણે વાયરસથી બે કદમ આગળ ચાલવું જોઇશે”


એક્સપર્ટના મત મુજબ કોવિડ-19 એક આત્મ વિષાણુ સંક્રમણ છે અને જો શરૂઆતથી સતર્ક રહેવામાં આવે તો 90 ટકા કેસમાં ઘરે રહીને દર્દી સાજો થઇ શકે છે. શરૂઆતમાં જે લોકો લક્ષણોને અનુભવતા હોવા છતાં પણ અવગણના કરે છે તેના કારણે ફેફસામાં સંક્રમણ વધી જાય છે પરિણામ સ્વરૂપ ઓક્જિનની કમી વર્તાય છે અને દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે. તો શરૂઆતના સમયમાં માઇલ્ડ લક્ષણો દેખાતાની સાથે સતર્ક થઇ જવું જોઇએ, ખુદને આઇસોલેટ કરીને દવા શરૂ કરી દેવી જોઇએ અને ત્રણ દિવસ બાદ રિપોર્ટ કરાવો જરૂરી છે.


દેશમાં શું છે કોરાનાની સ્થિતિ


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત આઠમા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 29 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે