નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા.


દેશમાં આજે પ્રથમ વખત 3292 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેની સાથે ભારતમાં કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા બે લાખને પાર થઈ હતી અને ભારત આ બાબતે ચોથો દેશ બન્યો હતો. અમેરિકામાં સૌથી વધુ 5.87 લાખ લોકોના ભરખી ગયો છે. જે બાદ બ્રાઝિલમાં 3.95 લાખ અને મેક્સિકોમાં 2.15 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે. દેશમાં હાલ જ રીતે કોરોના કેસ સામે આવી રહ્યા છે તેને જોતાં ભારત થોડા જ દિવસોમાં કોરના મૃતકોની સંખ્યામાં ત્રીજા ક્રમે પહોંચી જશે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  એક કરોડ 79 લાખ 97 હજાર 267

  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371

  • કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709

  • કુલ મોત - 2 લાખ 01 હજાર 709


14 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 78 લાખ 27 હજાર 367 ડોઝ આપવામાં આવ્યા છે.


આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.


 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ


ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 28,27,03,789 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 27 એપ્રિલના રોજ 17,23,912 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.


Earthquake: આસામમાં ભૂકંપની ઝટકાથી રોડ પર પડી ગઈ તિરાડ, મોદી-શાહે સીએમ સાથે કરી વાત