નવી દિલ્હી મેસેજિંગ સેવા કંપની Whatsapp એ ચાલુ વર્ષે 15 થી 15 જૂન વચ્ચે 20 લાખ ભારતીય એકાઉન્ટ પર રોક લગાવી છે. જ્યારપે આ દરમિયાન તેને 345 ફરિયાદ મળી હતી કંપનીએ તેના પ્રથમ માસિક અનુપાલન રિપોર્ટમાં આ જાણકારી આપી છે.


નવા આઈટી નિયમો મુજબ આ રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત બનાવી દેવાયો છે. નવા નિયમો મુજબ 50 લાખથી વધારે ઉપયોગકર્તાઓ વાળા અગ્રણી ડિજિટલ મંચોએ દર મહિને અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવો જરૂરી છે. આ રિપોર્ટમાં તેમણે મળેલી ફરિયાદો અને તેના પર કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરવો જરૂરી છે.


વોટ્સએપે એક નિવેદનમાં જણાવ્યું, અમારો મુખ્ય હેતુ હાનિકારક અને ન જોઈતા સંદેશ પર રોક લગાવવાનો છે. એકલા ભારતમાં જ 15 મે થી 15 જૂન સુધી આ પ્રકારના દુરુપયોગની કોશિશ કરતાં 20 લાખ ખાતા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીએ કહ્યું કે, 95 ટકાથી વધારે આવા સ્પામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.


વોટ્સએપ વિશ્વભરમાં દર મહિને સરેરાશ 80 લાખ એકાઉન્ટ પર રોક લગાવી રહી છે કે તેમને નિષ્ક્રિય કરી રહી છે. ગૂગલ, ક્રૂ, ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મંચોએ પણ તેમનો અનુપાલન રિપોર્ટ સોંપ્યો છે.


ભારતમાં કોરોનાનો કહેર અન્ય દેશની તુલનામાં હાલમાં ઘણો ઓછો છે. જોકે સંકટ હજુ પણ ટળ્યું નથી. દરરોજ અંદાજે 40 હજારથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 41806 નવા કોરોનાના કેસ આવ્યા અને 581 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 39130 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે નવા 2095 એક્ટિવ કેસ વધ્યા છે.


કોરોનાના કુલ કેસ


હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 32 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ 4 લાખ 11 હજાર 989 મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ 3 કરોડ 1 લાખ 44 હજાર લોકો ઠીક થયા છે.


39 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા


સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 14 જુલાઈ સુધી દેશભરમાં 39 કરોડ 13 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 34 લાખ 97 હજાર ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધી 43 કરોડ 80 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19.43 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.