'ઈતિહાસ કદાચ મારી સાથે ન્યાય કરશે', લગભગ 10 વર્ષ પહેલાં 2014માં આવું કહેનારા ડૉ. મનમોહન સિંહે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ શું તમે જાણો છો કે 10 વર્ષ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડૉ.મનમોહને આવું કેમ કહ્યું હતું. આજે અમે તમને તે ઘટના સંબંધિત તમામ જાણકારી આપીશું.

Continues below advertisement

પૂર્વ પીએમ ડૉ. સિંહનું નિધન

ડૉ.મનમોહન સિંહે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા હતા. માહિતી અનુસાર, તેમની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સવારે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. પરંતુ તેમના મૃત્યુ બાદ 10 વર્ષ પહેલા આપેલા તેમના નિવેદન 'ઇતિહાસ કદાચ મારી સાથે ન્યાય કરશે'નો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.

Continues below advertisement

તેમ પત્રકાર પરિષદમાં આ વાત કરી હતી

વાસ્તવમાં પૂર્વ પીએમ મનમોહન સિંહનો બીજો કાર્યકાળ આલોચનાથી ઘેરાયેલો હતો. કારણ કે તે સમયે તેમની સરકારને મોંઘવારી, ટેલિકોમ અને કોલસા કૌભાંડના કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન તેમને નબળા વડાપ્રધાન પણ કહેવામાં આવ્યા હતા. આ માહોલમાં તેમણે 2014માં વડાપ્રધાન તરીકેના તેમના બીજા કાર્યકાળના અંતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તે દરમિયાન તેમણે અંગ્રેજીમાં કંઈક કહ્યું હતું જેનો અર્થ કંઈક આવો હતો. 'હું પ્રામાણિકપણે માનું છું કે આજે મીડિયા અથવા સંસદમાં વિપક્ષ મારા વિશે ગમે તે કહે મને વિશ્વાસ છે કે ઇતિહાસ મારી સાથે ન્યાય કરશે.' વધુમાં તેમણે કહ્યું હતું કે ભારત સરકારની કેબિનેટમાં જે કંઈ થાય છે તે હું જાહેર કરી શકું નહીં. પરંતુ મને લાગે છે કે પરિસ્થિતિઓ અને ગઠબંધનના રાજકારણની મજબૂરીઓને ધ્યાનમાં રાખીને મારાથી શક્ય તેટલું મે સારુ કામ કર્યું છે.

ભારત સરકારમાં લાંબા સમય સુધી સેવા આપી

ડૉ. સિંહે મુખ્ય આર્થિક સલાહકાર (1972-1976), ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે (1982-1985), યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે (1985-1987) સેવા આપી હતી. ભારતની આર્થિક યોજનામાં યોગદાન પણ આપ્યું હતું. વર્ષ 1991માં ડૉ.મનમોહન સિંહે ભારતીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આવી સ્થિતિમાં તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવે તેમને નાણામંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. આ પદ સંભાળતી વખતે તેમણે ભારતની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ઐતિહાસિક પગલાં લીધા હતા.

મેં એક ગુરુ અને માર્ગદર્શક ગુમાવ્યા... મનમોહન સિંહના નિધન પર ભાવુક થયા રાહુલ ગાંધી