Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનાના કલાકો પછી જ્યારે કોઈએ મૃતદેહોના ઢગલામાં રેસ્ક્યૂ કરનારનો પગ પકડ્યો ત્યારે તે રીતસર ધ્રૂજી ઊઠ્યો હતો. શુક્રવાર(2 જૂન)ના રોજ થયેલા ટ્રેન દુર્ઘટનામાં ઘણા લોકોના મૃતદેહોને નજીકની શાળાના રૂમમાં રાખવામાં આવ્યા હતા. દુર્ઘટના સ્થળેથી ઘણા મૃતદેહો લાવવામાં આવ્યા હતા અને ત્યાં રાખવામાં આવ્યા હતા આ દરમિયાન જ્યારે એક રેસ્ક્યૂ કરનાર વ્યક્તિ રૂમમાં આવ્યો અને તે મૃતદેહો પાસેથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે એક વ્યક્તિએ તેનો પગ પકડી લીધો હતો. જેને પગલે આ માણસ રીતસર ધ્રુજી ઉઠ્યો હતો. માંડ માંડ તેણે હિંમત કરી નીચે જોયું તો મૃતદેહો વચ્ચે 35 વર્ષીય રોબિન નયાને જોયો, જેના બંને પગ કપાઈ ગયા હતા. રોબિન જીવિત હોવાની પુષ્ટિ થતાં જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી.
અકસ્માતે નહીં! 40 લોકોના મોત માત્ર વીજ કરંટથી થયા હતા
ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ રેલવેની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હવે લોકોના મોતને લઈને અલગ-અલગ થિયરી સામે આવી રહી છે. હવે અકસ્માત પછી આ બાબતની તપાસ કરતી રેલ્વે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે માર્યા ગયેલા 40 લોકોના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી અને એવું માનવામાં આવે છે કે તેઓ વીજ કરંટથી મૃત્યુ પામ્યા છે.
બાલાસોરમાં ત્રણ ટ્રેન એકબીજા સાથે અથડાઇ હતી
બાલાસોરમાં શુક્રવારે ત્રણ ટ્રેનોના મોત થયા હતા જ્યારે પાછળથી આવતી કોરોમંડલ એક્સપ્રેસ કથિત રીતે પાટા પરથી ઉતરી ગઈ હતી અને માલગાડી સાથે અથડાઈ હતી, જેના કારણે તેના ડબ્બા ઉછળીને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસના પાછળના કોચ સાથે અથડાયા હતા. આ રીતે ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાવવાની ઘટના એ બે દાયકામાં દેશની સૌથી ભયાનક ઘટના હતી. આ ઘટનામાં 278 લોકોના મોત થયા હતા અને લગભગ 1400થી વધુ લોકો ઘાયલ થયા હતા.