15 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે બે કારમાં રહેલ પર્યટકોનું એક ગ્રુપ પાસે ઉભેલ એક વાઘની તસવીર લેવાની રાહ જોઈ રહ્યા હતા. વાઘ નજીકની એક નાની દીવાલની પાછળ ઉભો હતો. પરંતુ ઉત્સાહિત પર્યટકોને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે વાઘ અચાનક કુદકો મારીને દીવાલ પાર કરતા પર્યટકોની સામે આવીને ઉભો રહી ગયો. વીડિયોને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસના ઓફિસર સુશાંત નંદાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. સાથે જ પર્યટકોના આ વર્તનની ટીકા પણ કરી છે.

વીડિયોમાં જોવા મળ્યો વાઘનો અનોખો અંદાજ

વીડિયો ત્યારે મજેદાર રહ્યો જ્યારે વાઘને જોઈને વીડિયોમાં પર્યટકોમાંથી એક વ્યક્તિ કહે છે કે, આ રહ્યો આ રહ્યો...ત્યારે જ વાઘ બધાને ચોંકાવીને કુદકો મારીને સામે આવીને ઉભો રહી જાય છે. ત્યાર બાદ તમામ પર્યટકો ચોંકી જાય છે અને થોડા ડરના માર્યા પાછળ જાય છે પરંતુ ત્યારે જ એક પર્યટક સાથીઓને કહે છે કે, ‘ચુપ રહો, ચુપ રહો’


જોકે રાહતની વાત એ છે કે વાઘે પર્યટકોને ડરાવવા ઉપરાંત કોઈ નુકસાન ન કર્યું અને ત્યાંથી ચુપચાપ નીકળી ગયો. જ્યારે સોશિયલ મીડિયા પર આ પર્યટકોની ખૂબ ટીકા થઈ હી છે. અનેક યૂઝર્સ પર્યટકોના આ વર્તન પર તેમની ઝાટકણી કાઢી રહ્યા છે.