ભવિષ્યની યોજના માટે યૂરોપની યાત્રાની ઇચ્છા રાખનાર ચિંતિત ભારતીય માટે રાહતના સમાચાર છે. કોવિશીલ્ડને 9 યૂરોપિય દેશોની માન્યતા મળ્યાં બાદ  શુ્ક્રવારે ત્રણ અન્ય દેશોએ પણ લીલી ઝંડી આપી છે. 


કોવીશિલ્ડ લેનાર ભારતીય હવે 9 યુરોપિય દેશોની યાત્રા કરી શકશે, આ માટે યુરોપ મેડિકલ એજન્સીએ કોવિશીલ્ડને માન્યતા આપી છે. શુક્રવારે નેધરલેન્ડની સાથે યુરોપિય યુનિયનના દેશ લાતવિયા અને ફિનલેન્ડ સામેલ થઇ ગયા છે. અત્યાર સુધીમાં આ ત્રણ મુલ્કને છોડીને ઓસ્ટ્રેલિયા, જર્મની,  સ્લોવેનિયા, આઇસલેન્ડ, આયરલેન્ડ, સ્પેન,  સ્વિત્ઝરલેન્ડ, ગ્રીસ,અને ઇસ્ટોનિયા યાત્રા માટે કોવિશીલ્ડને મંજૂરીપહેલાાથી આપી ચૂક્યાં છે. કોરોનાના કારણે યુરોપિયન યુનિયને ભારત સહિત ગૈર યુરોપિય લોકોની યુરોપિય દેશોની યાત્રા પર રોક લગાવી દીધી હતી. 


યુરોપિયન યૂનિયનમાં  ભારતીય  વેક્સિનને આપી મંજૂરી 
ફાઇઝર મોર્ડના અને જોનસન એન્ડ જોનસન વેક્સિન લઇ ચૂકેલા લોકોની વિદેશ યાત્રાનો મામલો થોડા દિવસ પહેલા ગરમાયો હતો. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આદર પૂનાવાલાને વિદેશ મંત્રીને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માંગણી કરી હતી. હવે પત્રમાં તેમણે સીરમ  ઇન્સ્ટીટ્યૂટ ઓ ઇન્ડિયા ઓક્સફર્ડ એસ્ટ્રેજેનેકાની વેક્સિન કોવીશીલ્ડ  લગાવી ચૂકેલા  લોકોને યુરોપિય દેશોની યાત્રા માટે મંજૂરી માટેનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારત સરકારે પણ યુરોપિય યુનિયનના નિર્ણય પર આપત્તિ વ્યક્ત વ્યક્ત કરતા કૂટનિતીક  પ્રયાસ તેજ કરી દીધા હતા. 


9 દેશો સાથે ફિનલેન્ડ, લાતવિયા અને નેધરલેન્ડ પણ સામેલ
કૂટનિતીક પહેલ બાદ યુરોપીયન યુનિયનના 12 દેશ  એક-એક કરીને કોવિશીલ્ડ લાગવી ચૂકેલા  નાગરિકો પર યુરોપ યાત્રા પર પ્રતિંબંધ હટાવતા  ગયા. નેધરલેન્ડ સરકરાની વેબસાઇટ મુજબ કોવીશીલ્ડને ફાઇઝર-બાયોટેક  મોર્ડના અને જોનસન એન્ડ જોનસનની સાથે સ્વીકૃતિ મેળવેલ યાદીમાં સામેલ કરી દીધી છે.  જે લોકોને કોવિશીલ્ડના બંને ડોઝ લઇ લીધા છે તેમને યુરોપિયન યાત્રાની છૂટ અપાઇ છે. 


ઇસ્ટોનિનયાએ પુષ્ટી કરી છે કે, ભારતના બધા વેક્સિનેટ લોકોને  યાત્રા માટે મંજૂરી આપશે, ભારતને વ્યક્તિગત રીતે યુરોપિયન યુનિયનના સદસ્ય દેશો સાથે કોવિશીલ્ડ અને કોવેક્સિન લઇ ચૂકેલા લોકોને યાત્રા છૂટ આપવાનો આગ્રહ કર્યો હતો અને તે ભરોસો આપ્યો હતો કે,  ભારતીય યુનિયન ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ મંજૂર રાખવા માટે પારસ્પરિક નિતી બનાવશે.