નવી દિલ્લીઃ દિલ્લીની સરહદે ચાલી રહેલા ખેડૂત આંદોલનના નેતા ગુરનામ ચઢુનીએ કોંગ્રેસ પાસેથી દસ કરોડ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ ખેડૂત આગેવાનોએ જ કરતાં ખળભળાચ મચી ગયો છે. રવિવારે ખેડૂત સંગઠનોના સંયુક્ત મોરચાની બેઠકમાં હરિયાણાના ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ગુરનામ ચઢુની સામે આંદોલનને રાજનીતિનો અડ્ડો બનાવવાના આક્ષેપો પણ થયા.

ચઠુનીએ કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓને બોલાવીને આંદોલનને રાજકીય રંગ આપવાની કોશિશ કરી હોવાના આક્ષેપો થયા. આ ઉપરાંત દિલ્હીમાં સક્રિય હરિયાણાના એક કોંગ્રેસનેતા પાસેથી આંદોલનના નામે લગભગ 10 કરોડ રૂપિયા લેવાના ગંભીર આક્ષેપ પણ થયા. ચઢુનીએ કોંગ્રેસની ટિકિટના બદલામાં હરિયાણા સરકારને તોડી પાડવાની સોદાબાજી કરી રહ્યા હોવાન આક્ષેપો પણ થયા છે. ચઢુનીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ચઢુની સામેના આક્ષેપોની તપાસ માટે પાંચ સભ્યોની સમિતીની રચના કરવામાં આવે છે.

આ બેઠકના પ્રમુખસ્થાને રહેલા ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ કહ્યું હતું કે, મોરચાના સભ્યો ચઢુનીને તરત મોરચામાંથી હાંકી કાઢવા ઈચ્છે છે પણ ઉતાવળિયો નિર્ણય લેવો યોગ્ય નથી તેથી આક્ષેપોની તપાસ માટે 5 સભ્યની કમિટી બનાવવામાં આવી છે. આ સમિતી 20 જાન્યુઆરીએ રિપોર્ટ આપશે. તેના આધારે નિર્ણય લેવામાં આવશે.