રાહુલ ગાંધીએ શું ટ્વીટ કર્યું?
રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરી પુલવામા હુમલા પર ત્રણ સવાલો પૂછ્યા હતા. કોંગ્રેસના નેતાએ લખ્યું કે, આજે જ્યારે આપણે પુલવામાના ચાલીસ શહીદોને યાદ કરીએ છીએ ત્યારે પૂછવું જોઈએ કે….
- પુલવામા આતંકી હુમલાથી આખરે કોને સૌથી વધારે ફાયદો થયો?
- પુલવામા હુમલાની તપાસમાં આખરે શું નીકળ્યું ?
- સુરક્ષામાં ચૂક માટે મોદી સરકારમાં કોની જવાબદારી હતી ?
કપિલ મિશ્રાનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના ટ્વીટને રિટ્વીટ કરતાં ભાજપના નેતા અને હાલમાં જ દિલ્હી ચૂંટણીમાં હારનાર કપિલ મિશ્રાએ કહ્યું, ‘શરમ કરો રાહુલ ગાંધી. પૂછો છો પુલવામાં હુમલાથી કોને ફાયદો થયો? જો દેશે પૂછી લીધું કે ઇન્દિરા-રાજીવની હત્યાથી કોને ફાયદો થયો, તો શું જવાબ આપશો? આટલી ખરાબ રાજનીતિ ન કરો. શરમ કરો.’